એચ.એ. કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિધાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

સમાચાર

એચ.એ. કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિધાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
ગુજરાત લો સોસાયટી સંચાલેત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં 65% થી વધુ યુવાનો છે. આથી ખુબજ ગંભીરતાપૂર્વક લોકશાહીનું જતન થાય તે જોવાની જવાબદારી સૌથી વધુ યુવાનોની છે. આથી આવા યુવાનોને લોકશાહીના મૂલ્યો તથા તેની જાળવણી કરવાની વાત શૈક્ષણિક સંસ્થાઓના શીરે છે. તેમણે વધુમાં કયું હતું કે જીવનમાં લક્ષ નક્કી કરી તેને પૂરૂ પાડવા પૂરૂષાર્થ કરવો પડે છે. આજના સમયમાં માહિતી, જ્ઞાન તથા સમજણ પણ હોવા એટલાજ જરૂરી છે. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત કોલેજના આચાર્ય ડૉ. યોગેશ યાદવે પ્રાસંગોચિત વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કયું હતું કે આજનો યુવાન સોશીયલ મીડિયામાં સૌથી વધુ સમય વેડફી રહયો છે જેનાથી તેનો માનસિક વિકાસ થતો નથી. આજનો યુવાન વાંચન પણ કરતો નથી. યુવાનોએ સ્વપ્ન જોવું જોઈએ તથા તેને સાકાર કરવા માટે આત્મવિશ્વાસથી સખત મહેનત કરી સિધ્ધી પ્રાપ્ત કરવી જોઈએ. દેશનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે આજના યુવાનોએ ચારિત્ર ઘડતર, પ્રમાણિકતા તથા પુરૂષાર્થથી લક્ષ નક્કી કરી આગળ વધવું જોઈએ. 400 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *