ઉપલેટામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો, મજદૂરો અને કામદાર વર્ગની સમસ્યાઓને લઈને સામ્યવાદી પક્ષ તેમજ ગુજરાત રાજ્યના કિસાન સંઘના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા ચક્કાજામ

સમાચાર

ઉપલેટામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો, મજદૂરો અને કામદાર વર્ગની સમસ્યાઓને લઈને સામ્યવાદી પક્ષ તેમજ ગુજરાત રાજ્યના કિસાન સંઘના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા.

? આજરોજ તા. ૧૦/૭/’૧૮ ને મંગળવારના રોજ ઉપલેટા શહેરના સામ્યવાદી પક્ષ માર્કસવાદી, ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યા. જેમાં ઉપલેટા તાલુકાના દરેક ગામના ખેડૂતોને ખેતીની પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી અને વિદેશોમાંથી અનાજ, તેલ, કઠોળ અને કપાસની આયાતો થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની જાહેર વિતરણ વ્યવસ્થા ને સરકાર નાણા ઓછા આપીને તોડી રહી છે. નવયુવાનોને મોદી સરકારે બે કરોડ લોકોને બેરોજગારી આપવાનું વચન આપેલ, પરંતુ નોકરીઓમાં ભરતી થતી નથી. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યુ છે. અને મોટી ફી અને ડોનેશન બેફામ લેવાઈ રહ્યા છે. RTE મુજબ એડમિશન મળતા નથી. બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. જ્યારે નાના માણસોને ફી ભરવાના ફાફા થાય છે ભ્રષ્ટાચાર હટાવવા લોકપાલની નિમણૂક કરવામાં આવતી નથી. ગરીબ લોકોને ગામડાઓમાં રહેણાંક માટે આવાસ યોજના દ્વારા શહેરી ઝૂંપડપટ્ટીઓમાં રહેનારાને આવાસ યોજના મા સહકાર આપો. સરકારી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ભરતી કરો. તમામ સરકારી કચેરીઓમાં ઘટતી ભરતી કરો. વગેરે મુદ્દાઓને લઈને કરાયેલા આ ચક્કાજામમાં કિસાન સભાના પ્વિનુભાઈ ઘેરવડા, કિસાન સભાના લખમણભાઈ પાનેરા ડાયાભાઈ ગજેરા તેમજ ઉપલેટા તાલુકાના ખેડૂતો આગેવાનો,મજદૂર યુનિયનો, કાર્યકરો વગેરે 45 થી 50 ની સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. જેમની ઉપલેટા પીઆઈ તથા પોલીસ દ્વારા અટક કરવામાં આવી- રમેશભાઈ ડેર ઉપલેટા

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *