આજે જોયેલી આ શ્રેષ્ઠ તસવીર છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે – નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે જોયેલી આ શ્રેષ્ઠ તસવીર છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે શરીરમાં પ્રસરી ગયેલા એડવાન્સ સ્ટેજના કઠિન કેન્સર સાથે ટફ ફાઈટ અમેરિકા ખાતે સારવારમાં આપી રહી છે. ત્યાંથી એણે 12 વર્ષના એકના એક દીકરા સાથેની આ તસવીર શેર કરી છે. સેન્સિબલ ફિલ્મમેકર ગોલ્ડી બહલને પ્રેમ કરી પરણ્યા બાદ ફૅમિલીને પ્રાયોરિટી આપવા ફિલ્મો છોડી ચુકેલી સોનાલીએ દીકરાના ભણતરમાં એટલો એક્ટિવ ઇન્ટરેસ્ટ લીધો કે એ બાબતનું મોડર્ન ગુરુકુલ નામથી આખું એક પુસ્તક લખી ચૂકી છે. સોશ્યલ મીડિયા પર એ બુક કલબ ચલાવે છે, ને ઘણા વખતથી અવનવા પુસ્તકોની ચર્ચા પણ મૂકે છે. સાહિત્યમાં દેખાડો નહિ પણ ઊંડો રસ લેતી સ્ત્રી છે. સોનાલીએ લખ્યું છે કે કેન્સરની ખબર પડયા પછી પહેલા તો પીડા રોગથી ખુદને ગુમાવવાને બદલે વહાલસોયા એકમાત્ર અને હજુ નાના દીકરાનું શું થશે, એની જ થઈ. મૂંઝવણ પછી નક્કી કર્યું કે કોઈ કહે કે છેક સુધી છુપાવવાને બદલે એને પોતે જ વાત કરશે. માએ આપેલી તાલીમ ને ભણતર સમયથી વહેલા ઊગ્યા. દીકરો સમજ્યો. સોનાલીએ લખ્યું છે કે, હું એની મમ્મી છું, એને બદલે અત્યારે એ મારી મમ્મી હોય એટલી કેર ખડે પગે બધું મૂકીને ભેગો રહીને કરે છે ! અચાનક જ મેચ્યોર થઈ ગયો છે. એ મારી શક્તિ છે, ને પતિ ને પુત્ર માટે હજુ જીવવાનું મન વેદના છતાં થઈ જાય છે.

મારું તો માતાને ચોથા સ્ટેજના કેન્સર સાથેની વાત સાથે જ પર્સનલ કનેક્શન છે. એટલે સ્વાભાવિક આમાં શું ગુજરતી હોય દર્દી તથા સ્વજનો પર એ સમજી શકું. આ પળ પળ કસોટી કરતો લાંબો અને ડિફિકલ્ટ ગાળો હોય છે. પૈસાથી સુવિધા બેશક સારી મળે. પણ રોગ કોઈની સાડીબાર રાખતો નથી ને પીડા ભોગવવાનું દર્દ કોઈ ભેદભાવ કરતું નથી. ત્યારે ફેમિલી એટેચમેન્ટ પણ એક દવા હોય છે. સોનાલી આટલી સુંદર તો અગાઉ ક્યારેય નથી દેખાઈ. આમાં નબળા પડતા દેહ પર પણ ચમકી ઊઠતી મક્કમ માતૃત્વની આભા છે. મા ને કેન્સર હોય એ બધા જ ટીનેજર નશાના માર્ગે નથી ચડી જતા. મમ્મીને સપોર્ટ કરતા આવા ડાહ્યા દીકરા અને એને લાડ કરતી વ્હાલી મમ્મીનું સ્માઈલ ચિરંજીવ રહો.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply