લકવો (પેરેલિસિસ) stroke – ડૉ. સુધીર શાહ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ

લખવો આપણા દેશમાં પ્રચલિત – જાણીતો રોગ છે.
મૃત્યુ થવાનાં અગત્યના કારણોમાં હ્રદયરોગ, કેન્સર અને માર્ગ અકસ્માત પછી લકવો એક મહત્વનું કારણ છે.
લકવાનાં મુખ્ય બે પ્રકાર છે.
1.મગજને રક્ત પૂરતા પ્રમાણમાં ન મળવું.

2 મગજમાં રક્તસ્ત્રાવ થવો.

આ રોગ વિશે જનજાગૃતિ તેમજ માહિતી આમજનતામાં અતિઅલ્પ છે તે એક આશ્ચર્યજનક તેમજ દુઃખદ બાબત છે. વિશેષ તો આ રોગ અંગેના જોખમી પરિબળોની સાચી જાણકારીથી હૃદયરોગની માફક જ તેને મહદઅંશે અટકાવી શકાય છે,અને સાવચેતીનાં ચિન્હોને ઓળખીએ તો મોટા હુમલાથી પણ બચી શકાય છે. આ રોગ થયા પછી ત્વરિત નિદાન અને સારવાર મળે તો ખોડખાંપણો માંથી પણ બચાવ થઈ શકે છે,અને તેમ થવાથી વૈયક્તિક, કૌટુંબિક,આર્થિક,સામાજિક અને રાષ્ટ્રીય હિત બૃહદ પ્રમાણમાં સચવાય તો એક મોટી સેવા થઇ ગણાય.અત્રે લકવા ( બ્રેઇન એટેક કે સ્ટ્રોક)ની અતિ વિસ્તૃત માહિતી આપવાનું એ જ પ્રયોજન છે.

આપણી ચરબી અને ગળપણ યુક્ત ખોરાકપદ્ધતિ, બેઠાડું જીવન, કસરતનો અભાવ, પેટ પરની ચરબી, વારસાગત કારણો,લોહીમાં વધુ પડતી ચરબી… આ બધાને લઈને આખા વિશ્વમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં હૃદયરોગ અને લકવાનું પ્રમાણ મોખરે છે.
લકવો એટલે શરીરની જમણી અથવા ડાબી બાજુ પર અચાનક પક્ષાઘાતનો હુમલો થવો – અંગ રહી જવું. આમાં વિશેષમાં બોલવાની,સમજવાની અને જોવાની શક્તિની અસર થાય છે.લખવાના પ્રથમ પ્રકાર એટલે કે બ્રેઇન ઇસચેમીઆ.થ્રોમ્બોસીસમાં મગજની અમુક ધમણીઓમાં લોહીના
પરિભ્રમણમાં રૂકાવટ ઉભી થવાથી મગજના કોષોને પોષણ તેમજ ઓક્સિજનની ઉણપ સર્જાય છે, જેના કારણે આ કોષો કામ કરતા અટકી જાય છે તેથી આવી તકલીફ ઊભી થાય છે,તેથી આવી તકલીફ ઊભી થાય છે.પક્ષાઘાતના બીજા પ્રકારે એટલે કે બ્રેઇન હેમરેજ બાબતે આપણે વિશેષ ચર્ચા આવતીકાલે કરીશું – ડૉ. સુધીર શાહ.

સંકલન. કેડીભટ્ટ (india)

TejGujarati
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares
 • 9
  Shares