માનવસેવા નો પર્યાય – યુ ફર્સ્ટ ફાઉન્ડેશન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ લાઇફ સ્ટાઇલ

સામાન્ય રીતે સૌ જાણે છે તેમ મોટાભાગ ના ગામોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માં આરોગ્યની યોગ્ય સુવિધાઓ મળતી નથી.આવા ગામો માં સામાન્ય પ્રજાજનો ને એક નાના રોગ માટે પણ મોટા શહેરો માં જવું પડે છે. આ નક્કર વાસ્વિકતા સમજી ને યુ ફર્સ્ટ ફાઉન્ડેસને ગ્રામ્યવિસ્તાર માં વસતા લોકો ને ગુણવત્તાયુક્ત આરોગ્ય ની સંભાળ પૂરી પાડવા માટે પડકાર ઝીલ્યો છે.

અમને જણાવતા આનંદ થાય છે , કે લગભગ ૨૦૦૦ થી વધુ દર્દીઓએ આ ચેકઅપ નો લાભ લીધો છે.અમારી યુ ફર્સ્ટ ફાઉનડેસન ની પ્રતિબદ્ધ ટીમ ના સતત પ્રયત્નોએ અમને ખાતરી કરાવી કે લોકોને ઘરઆંન્ગણે ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડી,અમે તેમના ચહેરા પર મુસ્કાન લાવી શકીએ છીએ.

યુ ફર્સ્ટ ફાઉનડેસન નો ઉદ્દેશ્ય વધુ ગામડાઓ અને શહેરોને આવરી લઇ સમયાન્તરે નિયમિત ધોરણે આ પ્રકાર ની સેવાઓ પૂરી પાડવાનો છે .

યુ ફર્સ્ટ ફાઉનડેસન એક ચેરીટેબલ સંસ્થા છે, જેનો ઉદેશ્ય વધુ ગામડાઓ અને શહેરો ને આવરી લઇ સમયાન્તરે નિયમિત ધોરણે આ પ્રકાર ની સેવાઓ પૂરી પડવાનો છે .

યુ ફર્સ્ટ ફાઉનડેસન સંસ્થા દ્વારા અવારનવાર મલ્ટી સ્પેસ્યાલીટી કેમ્પો કરી ને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માં વસતા લોકો સુધી ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સુવિધા પહોચાડવાનું ધ્યેય છે. નાના રોગો માટે પણ મોટા સહેરો માં આશરે ૧૪૦ થી ૧૮૦ કિલોમીટર સુધી જવું પડે છે, ત્યારે આવી પરિસ્થિતિ માં મેડીકલ કેમ્પ નું આયોજન સમાજ ના વિવિધ વર્ગો ના લોકો ને આવરી લઇ ને રોગચાળા ની વીકટ સમ્શ્યા ને નાબુદ કરવાનો કપરો પડકાર ઉઠાવ્યો છે.

યુ ફર્સ્ટ ફાઉનડેસન ના અધ્યક્ષ શ્ર્રી વિનયભાઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર માનવ વિકાસ ની મુખ્ય ચાર પાયા ની સુવિધાઓ જેવી કે ગુણવત્તાસભર ખોરાક,પાણી,સ્વાસ્થ્ય સુવિધાઓ અને શિક્ષણ તેવું દ્રઢપણેમાનતી આ સંસ્થા સતત કાર્યરત રહેવાના પ્રયાશો કરે છે અને આ સિદ્ધાંતો ને સાકાર કરવા માટે સંસ્થાએ ઘણા મલ્ટી સ્પેચીયાલીટી મેડીકલ ચેકઅપ કેમ્પો નું આયોજન કર્યું હતું.

માનવતા ના વિકાસ માટે અમારું યુ ફર્સ્ટ ફાઉનડેસન સમાજ ના અગ્રણીઓ તથા સામાજિક ઉત્થાન માટે કામ કરતી વિવિધ સસ્થાઓ ને ભાગીદાર બનવા માટે પણ આમંત્રિત કરે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *