દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી – એ.આર.રાવલ

કલા સાહિત્ય ગુજરાત

A R Raval??
દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી.
દીકરીઓને ખૂબ ભણાવવી જોઈએ પણ આ લેખમાં જે લખેલ છે તેમાં કેટલુંક સત્ય પણ છે તે પણ વિચારો. ?

*આજની દીકરી*

*થોડો સમય કાઢીને શાંતિથી વાચજો*

?? આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી જ સમાજ સુધરી જશે ?
આવો, સમજીએે કે વાસ્તવિકતા શુ છે !!!

જેમ એક દર્દીને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત પણ કરવી પડે.

*આમાં હુ 35-40 વર્ષથી ઉપરની મહિલાઓની વાત કરતો નથી, હુ આજ-કાલની દીકરીઓની વાત કરવા માગુ છુ.*

તમે બધા જાણો છો કે આજ-કાલ છૂટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ?
છોકરાઓ અને છોકરીઓ તો પોતપોતાની મરજીથી લગ્ન કરતા થયા છે !
છતાં આટલા બધા છૂટાછેડા શું કામ ?
ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ…

?? આજની દીકરીને તમે ખૂબ ભણાવી…
ચાલો ખૂબ સારી વાત છે.
પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ ?
ના…
તો શું શિખવાડયુ ?
નોકરી કરતા !
બરાબર ને ?
પણ જરા દીકરીને એટલું સમજાવો કે સાસરે બધાના દિલ જીતવા હોય તો એનો રસ્તો પેટમાં થઈને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાઈ લો… પણ ભૂખ લાગે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે એ સારુ લાગે કે રસોયણ પાસે માંગે એ સારુ લાગે ?
બીજું રસોઈ બનાવતા આવડે નહી એટલે હોટેલમાં જવુ , Pizza , Sandwich etc… બનાવવા, બાળકોને ટિફીનમા Bread Butter, Biscuit આપી ઘરના સભ્યોને બિમાર પાડવા…
જ્યારે મા -દાદી ભણેલા નહોતા પણ કોઇને ડોક્ટર પાસે જવાનો વારો આવતો નહી…
જરા વિચારો કોના પર ગર્વ લેવો ?
?? આજની દીકરી પૈસા કમાવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષની શુ જરૂર ?
પુરુષને લાગે છે હુ રસોયણ રાખી લઈશ, મારે સ્ત્રીની શું જરૂર ?
એક બીજાની જરૂરત જ ખતમ થઈ ગઇ છે…
બાકી શરીરની ભૂખ સંતોષવા લિવ ઇન રીલેશનશીપ જેવી પશ્ચિમી પ્રથા તો આજની ફૅશન જેવી થઈ ગઇ છે…
હવે આમાં છુટાછેડા ન થાય તો બીજુ શુ થાય ?
ક્યાં જશે સમાજ એ વિચારો જરા !

?? એક નોકરીને કારણે આજની દીકરી કેટકેટલું ગુમાવવા તૈયાર છે.
અમુક ને તો લગ્ન જ નથી કરવા અને કરવા છે તો બાળકો પેદા નથી કરવા, જો બાળકો પેદા કરશે તો માનુ દૂધ નથી પીવડાવવુ.
આ બધુ એક નોકરી માટે… વિચાર કરો, ક્યાં જઈ રહ્યો છે સમાજ ?
છોકરી માટે પૈસો કમાવો એ કાંઈ મોટી વાત નથી પણ એ જુઓ કે હકીકતમાં એ સુખી છે ? સાસરે સુખ-શાંતિ છે ?

??જો તમારો સંસાર સુખી રે’તો હોયને તો જરૂર નોકરી કરો પણ જો નોકરીને કારણે વાત છૂટાછેડા સુધી જાયને તો નોકરી છોડવી જ સારી… કારણ કે ઘર-પરિવારની દુનિયાથી મોટુ સુખ બીજુ કાંઈ નથી.

?? દીકરીને ખૂબ ભણાવી અને નોકરીની છુટ આપી, એનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું એનો જરા હિસાબ માંડો !
ભણવાથી જે બુદ્ધિ આવી એનાથી નોકરી કરી અને પગારનો ફાયદો થયો…. બસ પણ અા નોકરીને કારણે નુકસાન કેટલું થાય છે એનું લીસ્ટ બનાવીએ તો ખૂબ મોટુ થાય…
જરા શાંતિથી વિચારવા જેવું છે…
આધુનિક બનવાના ચક્કરમાં આપણે શું ગુમાવ્યુ અને શુ પામી લીધુ !

?? પણ આજની દીકરીને સાસુ-સસરા, પતિ અને પોતાના બાળકો કરતાં પણ વધારે પ્રિય છે નોકરી… એટલે આજકાલ છૂટાછેડા થાય તો પણ કોઈ વચમાં આવતુ નથી… પહેલા સમાજ વચમાં આવતો, હવે તો મા-બાપ જ બોલતા નથી, તો સમાજ શું બોલવાનો !

?? બીજુ દીકરીને સુખી જોવા માંગતા હો તો ખાસ દીકરીની મા ફોન અથવા WhatsApp કરીને એના ઘરમાં માથું મારવાનુ બંધ કરે.
?? દીકરી Complain કરે તો પણ એને સમજાવવુ કે તારૂ ઘર છે તુ સંભાળ…
છૂટાછેડાનું કારણ અમુક હદે દીકરીની માની દખલગીરી પણ હોય છે.

?? પેહલાની સ્ત્રી નોકરી કરતી નહી પણ ત્રણ-ત્રણ પેઢીને સાચવતી.
મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમાં પોતાનો પતિ અને ત્રીજી પેઢીમાં પોતાના સંતાન.

શાંતિથી વિચારો કે આજની દીકરી આ ત્રણ પેઢીમાંથી કેટલાને સાચવે છે ? કોઇને નહી….
કડવુ છે પણ સત્ય છે, જો હજી પણ નહી સમજો તો સમાજનુ ભવિષ્ય ખૂબ ચિંતાજનક છે. ??

?? આજકાલ બધાં દીકરીને પુરુષ સમોવડી બનાવવા નીકળ્યા છે.
પણ જરા વિચારો… કોઈને પુરુષ જેવી સ્ત્રી ગમે ?

સારો સમાજ બને એટલે થોડી કડવી વાત કરી છે,
કોઇને ખરાબ લાગ્યું હોય તો માફી માગુ છુ.?

????ખરેખર વિચારવા જેવુ છે કે નહીં !!!સોર્સ. વાઇરલ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *