જીવનમાં ભગવાનના સ્મરણનું મહત્વ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક

મનુષ્ય અવતાર એ મહામુલો અવતાર છે. એક જીવ જ્યારે 84 લાખ અવતારો લે છે અને ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે. પરંતુ આટલો મહામુલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતા ઘણા લોકોને તેની કોઈ કિંમત હોતી નથી. પરંતુ દરેક વ્યક્તિએ મનુષ્ય અવતારનું મહત્વ સમજવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ.

એક પુષ્પને ખીલવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે બીલકુલ તેવી જ રીતે આપણું જીવન પણ એક પુષ્પ જેવું જ છે ઈશ્વરની કૃપારૂપી પ્રકાશ આપણને ન મળે તો જીવન શુન્ય બની જાય છે. જે મનુષ્ય જેટલી ભક્તિ કરે છે તેટલો જ તે પાવરફૂલ બને છે અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો આ પાવર મનુષ્યને તારી દે છે.

કોઈપણ મંત્રથી તમે કોઈપણ ઈશ્વરના જપ કરીને તેમની ભક્તિ કરો ત્યારે તે ઈશ્વરની ચેતના તમારામાં પ્રવેશ કરે છે. અને જો ભાવપૂર્વકની તમારી ભક્તિ હોય તો ઈશ્વર તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓમાંથી તમને તારે છે. એટલે કે “સૂડીનો ઘા સોયથી ટળી જાય” પરંતુ જ્યારે આપણે ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરતા હોઈએ ત્યારે.

ઘણા લોકો એવું કહે છે કે ભગવાન જો હોય તો પછી દેખાતા શાં માટે નથી ? ત્યારે તે લોકોને જવાબ આપતા ચોક્કસપણે એમ કહી શકાય કે- ભાઈ તમે સૂર્યની સામે 10 મીનિટ સુધી સતત જોઈ રહો. પરંતુ 10 મીનિટ સુધી સતત સૂર્ય સામે ન જોઈ શકાય. હવે જો એક સૂર્ય સામે 10 મીનિટ સુધી તમે ન જોઈ શકતા હોય તો ભગવાન તો કરોડો સૂર્યના તેજ વાળા છે અને એટલે જ આપણે તેમને નરી આંખે જોઈ શકવા માટે સક્ષમ નથી.

મથુરાની જેલમાં જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો તે પહેલા ભગવાન વિષ્ણુ માતા દેવકી અને વસુદેવને સંદેશ આપવા માટે પ્રગટ થયા હતા અને તે સમયે પણ દેવકી અને વસુદેવ પોતાના દર્શન કરી શકે તે માટે શ્રી હરીએ તેમને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તો કુરૂક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને કૃષ્ણને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના વિરાટ દર્શન અર્જુનને કરાવતા પહેલા તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલા. બીલકુલ તેવી જ રીતે તમામ મનુષ્યએ એ વાત સમજવી જોઈએ કે ભગવાન કોઈ સામાન્ય ચેતના નથી અને તેને સરળતાથી જોઈ ન શકાય પરંતુ હા, આપણે ભાવપૂર્વક તેમની ભક્તિ કરતા હોઈએ તો તેમની અનુભૂતી આપણને ચોક્કસ થાય. અને તે જ અનુભૂતી આપણને જીવનમાંથી તારવામાં મદદ કરે.

તો આવો જીવનની તમામ પ્રકારની તૃટીઓને અને તકલીફોને ભૂલી જીવનને એક સુગંધીત પુષ્પ બનાવીએ જેથી પરમાત્માના શ્રી ચરણોમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય – એચ.ડી.વ્યાસ.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares
 • 13
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *