કરો ભસ્મનું એક તીલક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ભસ્મ… એક એવો શબ્દ જેના વિશે આપણે જાણીએ તો છીએ પરંતુ આપણને તેના મહત્વ અને મહાત્મ્યની ખબર જ નથી. ભસ્મ શબ્દ આમ આપણને સામાન્ય લાગે પરંતુ તેનો મહિમા અપરંપાર છે. ભસ્મ જેટલી સામાન્ય લાગે તેટલી જ તે મહાન પણ છે. કારણ કે ભગવાન શિવ પોતાના શરિર પર જે વસ્તુ લગાવતા હોય તે વસ્તુ ક્યારેય સામાન્ય ન હોઈ શકે. આવો જાણીએ ભસ્મનો મહિમા.

શિવમહાપુરાણમાં લખ્યું છે, કે
જેના અંગ પર શિવનામ, રૂદ્રાક્ષ અને ત્રિપુંડ હોય છે,
તે મનુષ્યને રોજ પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે

શિવમહાપુરાણમાં વિશ્વેશ્વર સંહિતાના 23માં અધ્યાયમાં ભગવાન સૂતજીએ શિવનામ, રૂદ્રાક્ષ અને ભસ્મના ત્રીપુંડ અથવા તીલકનું મહત્વ સમજાવ્યું છે. જેના શરીર પર રૂદ્રાક્ષ અને ભસ્મનું તીલક અથવા ત્રીપુંડ હોય, અને જેના મુખમાં શિવનું નામ હોય તેવા વ્યક્તિને નિત્ય પ્રયાગ તીર્થ એટલે કે ત્રીવેણીમાં સ્નાન કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શિવમહાપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે જેના ભાલમાં ભસ્મનું ત્રીપુંડ હોય, તે વ્યક્તિનું ક્યારેય અમંગલ થતું નથી. ભગવાન શિવે કહ્યું કે દરેક માણસે પોતાના શરીર પર 32 સ્થાન પર ભસ્મના ત્રીપુંડ કરવા જોઈએ અને જે વ્યક્તિના શરીર પર 32 સ્થાનો પર ભસ્મના ત્રીપુંડ હોય છે તે વ્યક્તિને સાક્ષાત રૂદ્રનું સ્વરૂપ સમજવું. પરંતુ જો આપણાથી શરીરના 32 સ્થાન પર ભસ્મનું ત્રીપુંડ ન થઈ શકે તો કપાળ પર ભસ્મનું ત્રીપુંડ અથવા તો તીલક કરવું.

શિવમહાપુરાણનો એક પ્રચલિત પ્રસંગ છે. એક કોઈ અનહદ પાપી મનુષ્ય કે જેણે આખા જીવનમાં ખૂબ પાપો કર્યા છે તેવો જીવાત્મા કૈલાસમાં ગતી પામ્યો. આ જોઈને યમરાજા મહાદેવજી પાસે ગયા અને કહ્યું કે, હે ભગવાન શિવ આ મનુષ્ય તો ખૂબ પાપી માણસ છે આને શાં માટે આને તમે કૈલાસમાં લઈ આવ્યા? ત્યારે ભગવાન શિવે યમરાજાને કહ્યું, કે યમરાજા આ મનુષ્યના ભાલમાં ભસ્મનું તીલક હતું અને એટલા માટે તેને શિવલોકની પ્રાપ્તી થઈ છે.
યમરાજાએ ભગવાન શિવને કહ્યું કે હે ભગવાન શિવ, આ મનુષ્યને તો ભસ્મ શું છે તેની ખબર જ નથી. ભગવાન શિવે યમરાજાને કહ્યું કે જોવો યમરાજા આના ભાલમાં ભસ્મનું તીલક છે, અને યમરાજાએ જોયું તે મનુષ્યના ભાલમાં ભસ્મનું તીલક હતું. યમરાજાએ પેલા જીવાત્માને પૂછ્યું તો તેણે પણ કહ્યું કે ના મને તો ખબર જ નથી. ત્યારબાદ ભગવાન શિવે ધ્યાન કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ જીવાત્મા ચૂલામાં ક્યાંક રસોઈ બનાવતો હતો તે સમયે ચૂલાની ભસ્મ તેના લલાટ પર લાગી હતી. અને ત્યારબાદ યમરાજાએ કહ્યું કે આ મનુષ્યના લલાટ પર તો અજાણતા ચુલાની ભસ્મ લાગી હતી, ઉપાડો આને નરકમાં.
ત્યારે ભગવાન શિવે યમરાજાને રોક્યા અને કહ્યું કે યમરાજા, જાણીજોઈને તો ઠીક પરંતુ જે મનુષ્ય અજાણતા પણ પોતાના કપાળમાં ભસ્મની બિંદી અથવા તો તીલક લગાવે છે તેને પણ શિવલોકની પ્રાપ્તી થાય છે. આમ અજાણતા એક પાપી મનુષ્યના કપાળમાં ભસ્મનું તીલક થયું હતું અને તે મનુષ્ય પાપીમાં પાપી મનુષ્ય હતો છતા પણ ભસ્મના એક તીલકના કારણે તેને શિવલોકની પ્રાપ્તિ થઈ અને ભસ્મના સહારે તે જીવન તરી ગયો અને શિવલોકને પામ્યો. એટલા માટે જ શિવમહાપુરાણમાં આ પ્રસંગથી ભસ્મના મહત્વનું ગાન કરવામાં આવ્યું છે. એટલે આપણે પણ નિત્ય લલાટમાં ભસ્મનું તીલક કરવું જોઈએ.

જો આપણે કંકુ ખરીદવા જઈએ તો તેને પૈસાથી ખરીદવું પડે, ચંદન ખરીદવા જઈએ તો તેના માટે પણ પૈસા આપવા પડે, પરંતુ ભસ્મ એવી વસ્તુ છે કે જે સરળતાથી અને એપણ પાછી મફતમાં મળી રહે છે. અને ભસ્મનું જો નીત્ય એક તીલક કરવામાં આવે તો શિવમહાપુરાણ કહે છે કે તે મનુષ્યને શિવલોકની પ્રાપ્તી થાય છે – એચ.ડી.વ્યાસ.

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *