આજ નો દિવસ યોગ દિવસ નહી, વિશ્વ યોગ દિવસના નામે ઓળખાય છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ભારતમાં ઉદભવેલા યોગનું મહત્ત્વ ફ્ક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલુ જ છે. યોગ ના ફાયદાઓ થી કોઇ અજાણ નથી. એટલેજ તો આજ નો દિવસ યોગ દિવસ નહી, વિશ્વ યોગ દિવસના નામે ઓળખાય છે. શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે વિશ્વ યોગ દિવસના ઉપક્ર્મે યોગ શિબિરનુ આયોજન કરવામા આવ્યું હતું. શિવાનંદ આશ્રમ થી યોગની તાલિમ આપવા આવેલા ટ્રેનર્સે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વિવિધ આસનો કરાવ્યા અને તેમના ફાયદાઓ જણાવ્યા. સો થી વધારે વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજ ના પ્રિંસિપલ ડો. જિગ્નેશ કોંગલે પણ વિદ્યાર્થીઓ સાથે યોગ કર્યા અને પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ. અને કહ્યું કે “યોગ તે આપણા પુર્વજોએ આપેલી અનમોલ ભેંટ છે જેને સમજીને અને અપનાવીને આગળ વધારવી આપણી નૈતિક જવાબદારી છે.”

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 161
 •  
 •  
 •  
 •  
 •  
  161
  Shares
 • 161
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *