હું તો માણસ છુ ગમે તે કરું – આસિફ લાલીવાલા

કલા સાહિત્ય ગુજરાત મનોરંજન

હું તો માણસછુ ગમે તે કરું ……….
હું તો માણસ છુ ગમે તે કરું,
આપી વચન જનમોજનમ નું , તેનું પાલન હું શા માટે કરું,
હું તો માણસ છુ ગમે તે કરું

ક્યારેક બની જાઉં હું ઉપદેશક , આપું અન્યોને ધર્મોપદેશ, માણું સંસાર વૈભવ,
ત્યાગ ની ભાવના ની ચિંતા હું શાને કરું,
હું તો માણસ છુ ગમે તે કરું

ક્યારેક પ્રગટે મારા માં નેતૃત્વ, પ્રાપ્ત કરવા ખુરશી
આપું પ્રજા ને કોમવાદ ની રસી, મારા દુષ્પાપો નું પરિણામ ભલે ને ભોગવે પ્રજા,
હું શા કાજે વેદના સહન કરું
હું તો માણસ છુ ગમે તે કરું

ક્યારેક બનું શિક્ષક- માસ્તર, આપું એવી શિક્ષા જેનું હોય નહીં કોઈ સ્તર,
મારે શું હું તો શૈક્ષણિક ગોર છુ, મેળવી ફી હું તો મારૂ જ તરભાણું ભરું,
હું તો માણસ છુ ગમે તે કરું

ક્યારેક થાઉં હું હેવાન, લૂંટી આબરૂ બાળકીઓની, કરું હત્યા,
વિહરું બેફિકર, ભોગવી સ્વત્રંતતા- લોકશાહી ની,
વેચાય છે ક્યારેક ન્યાય, હું તો ‘ન્યાય દેવી’’નું કરું સન્માન, વકીલ ના ખિસ્સા ભરું
હું તો માણસ છુ ગમે તે કરું

ક્યારેક થાઉં આર્કિટેક્ટ/એંજિનિયર, કોણ પૂછે છે મને, જો થાય મારા સર્જન નું તુરત જ વિસર્જન,
ઉપર ના છે બધા મારા તાબામાં, હું તો તેમનું જ ઘર ‘ હરિયાળું’’ કરું,
હું તો માણસ છુ ગમે તે કરું

વળી બનું કયારેક ‘ નોકરિયાત’’ અફસર, લૂટવાનો મળશે ક્યાં આવો સુવર્ણ અવસર,
ભરી લવું લખ ચોરાસી ભવ નુ ભાથું, જોડી હાથ નમાવી માથું – હું તો પ્રભુ ને વંદન કરું,
હું તો માણસ છુ ગમે તે કરું,

– આસિફ લાલીવાલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply