ધૂળમાં થી ઉઠીને આકાશ આંબવાના સપનાને સાકાર કરતાં હિતેશ પનારા

ટેક્નોલોજી લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

હું હિતેશ જગદીશભાઈ પનારા, જયારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ઘરની અતિ નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઘરમાં ૩ ભાઈબેન અને મમ્મી પપ્પા એમ ૫ વ્યક્તિઓ, અને કમાવવાવાળા પપ્પા એકલા, બસ, મેં વિચારી લીધું કે ભણવાની સાથે સાથે મારે પણ નોકરી કરવી છે. અને મારું એક જ લક્ષ્ય હતું, કે મારે ભણવાનું છે અને મારા ભાઈ બેન ને પણ ખુબ જ ભણાવીસ. અને બસ, આજ ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ભણવાનું ચાલુ રાખ્યું, અને મને ભગવાન શ્રી સ્વામીનારાયણ ના આશીર્વાદ મળતા ગ્યા, અને મેં આઈ ટી આઈ પાસ કરી લીધું. અને મને કટારીયા ઓટોમોબાઇલ્સમાં મિકેનિક ની પોસ્ટ મળી, જ્યાંથી સાંજે ૭ -૩૦ વાગ્યે છુટીને હું ઓનેસ્ટ હોટેલમાં જોબ કરતો.

સવારે ૮ વાગ્યે ઘેરથી નીકળીને રાત્રે ૧-૩૦ વાગ્યા સુધી હું કામ કરતો, બસ,૪ વર્ષની આ સખત મહેનત રં ગ લાવી અને મને પ્લેનેટ હોન્ડાઈ માં સુપરવાઈઝર તરીકે જોબની ઓફેર આવી, જે મેં સહર્ષ સ્વીકારી લીધી, મારી સખત મહેનત અને ધગત ના કારણે મને ઘણું શિખવા મળ્યું. કટારિયા માં મીકેનીકલ કામ જેમકે એન્જીન બનાવવું, ગીયર બોક્ષ બનાવવું, અને ગાડીઓનું મોટા ભાગનું તમામ કામકાજ શીખ્યો. અને પ્લેનેટ માં હું એક્સીડેન્ટ સુપરવાઈઝરહતો, એટલે ત્યાંથી મને ઘણું નોલેજ મળ્યું, જેમ કે એસી વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક, ડેમેજ વર્ક, કસ્ટમર ચેકિંગ વર્ક,વગેરે પ્રકારના કામ શીખ્યો.

અને ત્યારબાદ જીવન ની એક એવી પળ આવી, કે જયારે મારા મિત્ર સોહેલ ભાઈ સાથે ભાગીદારી કરી, જ્યાંથી મને હજુપણ વધારે સીખવા મળ્યું. આની ખાસ નોંધ એટલામાટે જણાવતા આનંદ થાય છે કે અમે કંપનીમાં તો બધા જુના પાર્ટ્સ ની જગ્યાએ નવા પાર્ટ્સ બદલીને રીપેર કરતા હતા, જયા મને ખબર નહતી પડતી, કે ખરેખર પ્રોબ્લેમ્સ ક્યાં હતો, જયારે ગેરેજમાં મને બધું જાતે રીપેર કરતા પણ આવડી ગયું.

હવે મારા માટે તે દિવસ આવી ગયો, જેનું મેં નાનપણ માં સપનું જોયું હતું. તે દિવસ એટલે તારીખ ૧૩-૩-૨૦૧૮. સિ.ટી.એમ જેવા પોશ વિસ્તારમાં મને એક જગ્યાની ઓફેર આવી, કે જ્યાં હું મારું પોતાનું ગેરેજ અને વર્કશોપ ખોલી સકું. અને તે જગ્યા એટલે રુદ્ર મોટેર્સ, જ્યાં જરૂરિયાત મુજબની બધી સગવડતા સાથે કૈક અલગ સર્વિસ આપું છું, જેમ કે પીક ઉપ ડ્રોપ કાર, બ્રેક ડાઉન, કાર લે-વેચ , અને ગાડી ને લગતા તમામ કામકાજ. અને સાથે મારી એક ખાસ વાત કે હું રવિવારે પણ કામકાજ ચાલુ રાખું છું. સાથે એક ખાસ વાત કે આજે ગાડીઓના સેર્વિસ ચાર્જ ૨૫૦૦આસપાસ છે, ત્યારે મેં ફક્ત ૯૦૦ રૂપિયામાં જ બેસ્ટ સર્વિસ આપવાનો વિચાર અને અમલ કર્યો છે.

મારું હજુ એક સપનું છે કે હું ૨૦૨૧ સુધીમાં હુન્ડાઈ ની ડીલરશીપ પ્રાપ્ત કરીશ. મારા માટે ગ્રાહક ને સંતોષ આપવો તેજ મારો જીવન મંત્ર છે, અને ઈશ્વર મને દરેક કાર્ય માં સફળતા આપશે તેજ મારી દ્રઢ મનોબળ થી ઈચ્છા છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 313
 •  
 •  
 •  
 •  
 •  
  313
  Shares
 • 313
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *