કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે તેથી જ મનફાવે તેવા બકવાસ કરે છે – શ્રી વિજયભાઇ રૂપાણી

રાજનીતિ

કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે તેથી જ મનફાવે તેવા બકવાસ કરે છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું મહાઅભિયાન છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ ચાલુ કર્યા છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ગળથુંથીમાં છે તેથી જ તેને લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા જળ અભિયાનના કાર્યમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે – શ્રી જીતુભાઇ વાઘાણી—————-એકતરફ કોંગ્રેસ આક્ષેપબાજી અને જુઠ્ઠાણાઓમાં વ્યસ્ત છે ત્યારે ભાજપાના કાર્યકરો જનતાની સેવામાં કાર્યરત છે – શ્રી જીતુભાઇ વાઘાણી—————-૧૧મી મે પોખરણ અણુ ધડાકા દિવસની સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા ‘‘શૌર્ય દિવસ’’તરીકે ઉજવણી, કેન્દ્ર સરકારની સફળતાના ચાર વર્ષની ઉજવણી તથા ૨૭મી મે ‘‘મન કી બાત’’ કાર્યક્રમો – શ્રી ભીખુભાઇ દલસાણીયા—————-ભાજપા વિરૂધ્ધ સમાજના તમામ વર્ગોને ભડકાવવા માટે કોંગ્રેસ દ્વારા મીડિયા, સોશીયલ મીડિયા તેમજ ન્યાય પાલિકાનો પણ દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે – શ્રી વી.સતીષજી—————-પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે આજરોજ યોજાયેલ પ્રદેશ બેઠકના સમાપન સત્રમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે તેથી જ મનફાવે તેવા બકવાસ કરે છે. જળ અભિયાનમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે. હવે તેને કોણ સમજાવે કે આખી વ્યવસ્થા લોકભાગીદારીથી થાય છે. આમાં ક્યાય ભ્રષ્ટાચારને સ્થાન નથી. સામાજીક ચેતના ઉભી થાય અને જનસુખાકારી વધે તે માટેના અનેક અભિયાનો ભાજપા સરકારે કર્યા છે, આ જળઅભિયાન એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું આ મહાઅભિયાન છે. ગુજરાતના ગામડે-ગામડે સ્વયંસેવકો, કાર્યકરો અને સરકારી તંત્ર ૪૪-૪૫ ડીગ્રી તાપમાં સેવાયજ્ઞ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને ફક્ત રાજકીય આક્ષેપો અને જુઠ્ઠાણા જ સુઝે છે. કોંગ્રેસ દરેક વાતને ફક્ત મતના રાજકારણથી જુએ છે જ્યારે ભાજપા જનહિતમાં સતત કાર્યરત હોય છે.શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ ચાલુ કર્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોના માળખામાં પણ બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ એ ભારતનું ભવિષ્ય કઇ દિશામાં લઇ જવુ તે માટે નિર્ણાયક બનવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકો પર ભવ્ય વિજય મેળવી ફરીથી શ્રી નરેન્દ્રભાઇને પ્રધાનમંત્રી બનાવવા આપણે સૌ આજથી જ કાર્યરત બનીએ.પ્રદેશ બેઠકના પ્રારંભમાં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર દેશમાં સામાજીક પરિવર્તન અને જનસુખાકારી માટેના અનેક કાર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાથ ધર્યા છે ત્યારે ગ્રામ સ્વરાજ અભિયાનના માધ્યમથી ગુજરાત ભાજપાના કાર્યકરો/આગેવાનોએ પણ ગામડે–ગામડે જઇ ગરીબ, કિસાન, યુવાનો અને રોજગારી અંગે યોજનાઓ માટે જનજાગૃતિ લાવવાનું કામ સુપેરે પાર પાડ્યુ છે.શ્રી જીતુભાઇ વાઘાણીએ જળસંચય અભિયાન દ્વારા પડકારને અવસરમાં પલટાવવાનું ભગીરથ કાર્ય કરવા બદલ માન્ય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ સમગ્ર સરકારને અભિનંદન આપ્યા હતા. ધોમધખતા તાપમાં આ સેવાયજ્ઞમાં જોડાયેલા સૌ સામાજીક સંસ્થાના સ્વયંસેવકો અને પાર્ટીના કાર્યકર્તાઓને પણ બિરદાવ્યા હતા.ગૌસેવા અને જળ અભિયાન બાબતે કોંગ્રેસના બેબુનિયાદ આરોપો અંગે શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની સરકાર અને ભાજપાના કાર્યકર્તાઓ વર્ષોથી ગૌસેવામાં કાર્યરત છે. જ્યારે કોંગ્રેસના લોકો ગાયના નામે પણ રાજકારણ રમે તે શરમજનક છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ગળથુંથીમાં છે તેથી જ તેને લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા જળ અભિયાનના કાર્યમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે. એકતરફ કોંગ્રેસ આક્ષેપબાજી અને જુઠ્ઠાણાઓમાં વ્યસ્ત છે ત્યારે ભાજપાના કાર્યકરો જનતાની સેવામાં કાર્યરત છે. આગામી સમયમાં ભાજપા સરકાર સૌરઉર્જા દ્વારા ખેડૂતોની વર્ષો જુની માંગણી અને સમસ્યાનો ઉકેલ લાવશે.શ્રી વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યુ હતુ કે, પ્રજાજીવનના રચનાત્મક કાર્યોને કારણે નગરપાલિકામાં ભાજપા વિજય મેળવે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા દાખવે છે, હવનમાં હાડકા નાંખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે.રાજ્ય સરકારના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે કિસાનો માટે જાહેર થનારી અતિ મહત્વની ‘‘સૌરઉર્જા કિસાન હિત યોજના’’ની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં જ સૌરઉર્જાનું ઉત્પાદન કરી વિજળી વાપરશે તેમજ સરકારને વેચી વધારાની આવક પણ મેળવી શકશે. આગામી દિવસોમાં આ યોજનાની વિસ્તૃત માહિતી સરકાર દ્વારા આપવામાં આવશે. પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાએ જળ અભિયાન સંદર્ભે માહિતી આપી હતી.પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ ગ્રામ સ્વરાજ અભિયાન અને સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કાર્યક્રમોને સંગઠનશક્તિની મદદથી સામુહિકતામાં સફળ બનાવવા બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. શ્રી ભીખુભાઇ દલસાણીયાએ પક્ષના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ૧૧મી મે પોખરણમાં કરેલા અણુ ધડાકાનો દિવસ છે તેને સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા સૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી બાજપાઇજીના નેતૃત્વમાં ભારત અણુ મહાસત્તા બન્યુ હતું. ભારતની આ ઉપલબ્ધીથી યુવાનોને માહિતગાર કરવા માટે તમામ જીલ્લાઓમાં યુવા કારોબારી આયોજીત કરવામાં આવશે. આગામી ૨૬મી મે ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને ચાર વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓની માહિતીઓ જનજન સુધી પહોચાડવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે. તારીખ ૨૭મી મે ના ‘‘મન કી બાત’’ કાર્યક્રમનું પણ સમગ્ર ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર સામુહિક શ્રવણનો કાર્યક્રમ યોજાય તે અંગેનંમ આયોજન કરવા સૂચના આપી હતી.રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીએ પણ સુજલામ સુફલામ જળ અભિયાનમાં મળેલા વ્યાપક આવકાર બદલ સરકાર અને સંગઠનને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા રજુ થનાર ‘‘સૌરઉર્જા કિસાન હિત યોજના’’ને પણ બિરદાવી હતી.શ્રી વી. સતીષજીએ જણાવ્યુ હતુ કે, વૈશ્વિક ફલક પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા જેમ જેમ વધી રહી છે તેમ તેમ કોંગ્રેસીઓ વધુને વધુ જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. ભાજપા વિરૂધ્ધ સમાજના તમામ વર્ગોને ભડકાવવા માટે મીડિયા, સોશીયલ મીડિયા તેમજ ન્યાય પાલિકાનો પણ દૂરઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભાજપા વિરૂધ્ધ અનૂસૂચિત જનજાતિને ભડકાવવા માટે એક ષડયંત્ર ચાલી રહ્યુ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરનાર કોંગ્રેસીઓએ જવાબ આપવો જોઇએ કે બાબાસાહેબે નેહરૂ મંત્રીમંડળમાંથી રાજીનામુ શા માટે આપ્યુ હતુ ? જે લોકોએ સંવિધાનના નિર્માતાનું પણ સતત અપમાન કર્યુ, જે લોકો સંવિધાન પર વિશ્વાસ રાખતા નથી, તેવા લોકો આપણને સંવિધાનની દુહાઇ આપે તે હાસ્યાસ્પદ છે. આપણે સૌ ગુજરાતની જનતાએ સોંપેલા દાયિત્વને સુપેરે નિભાવી ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય વિજય અપાવીએ.પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ‘‘શ્રી કમલમ્’’ ગાંધીનગર ખાતે યોજાયેલી ભાજપાની પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ કોર ગૃપના સભ્યો, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ, સેલના પ્રદેશ કન્વીનરશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ, પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન/વાઇસ ચેરમેન, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ/મેયરશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણી મુજબના આગેવાનો/ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ સવારે પ્રદેશ કોર ગૃપ તેમજ પ્રદેશ હોદ્દેદારો અને જીલ્લા પ્રભારી, મોરચા પ્રમુખોની બેઠક યોજાઇ હતી.પ્રેસનોટતા.૦૮.૦૫.૨૦૧૮—————-કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે તેથી જ મનફાવે તેવા બકવાસ કરે છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું મહાઅભિયાન છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ ચાલુ કર્યા છે – શ્રી વિજયભાઇ રૂપાણી—————-ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ગળથુંથીમાં છે તેથી જ તેને લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા જળ અભિયાનના કાર્યમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે – શ્રી જીતુભાઇ વાઘાણી—————-એકતરફ કોંગ્રેસ આક્ષેપબાજી અને જુઠ્ઠાણાઓમાં વ્યસ્ત છે ત્યારે ભાજપાના કાર્યકરો જનતાની સેવામાં કાર્યરત છે – શ્રી જીતુભાઇ વાઘાણી—————-૧૧મી મે પોખરણ અણુ ધડાકા દિવસની સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા ‘‘શૌર્ય દિવસ’’તરીકે ઉજવણી, કેન્દ્ર સરકારની સફળતાના ચાર વર્ષની ઉજવણી તથા ૨૭મી મે ‘‘મન કી બાત’’ કાર્યક્રમો – શ્રી ભીખુભાઇ દલસાણીયા—————-ભાજપા વિરૂધ્ધ સમાજના તમામ વર્ગોને ભડકાવવા માટે કોંગ્રેસ દ્વારા મીડિયા, સોશીયલ મીડિયા તેમજ ન્યાય પાલિકાનો પણ દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે – શ્રી વી.સતીષજી—————-પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે આજરોજ યોજાયેલ પ્રદેશ બેઠકના સમાપન સત્રમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે તેથી જ મનફાવે તેવા બકવાસ કરે છે. જળ અભિયાનમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે. હવે તેને કોણ સમજાવે કે આખી વ્યવસ્થા લોકભાગીદારીથી થાય છે. આમાં ક્યાય ભ્રષ્ટાચારને સ્થાન નથી. સામાજીક ચેતના ઉભી થાય અને જનસુખાકારી વધે તે માટેના અનેક અભિયાનો ભાજપા સરકારે કર્યા છે, આ જળઅભિયાન એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું આ મહાઅભિયાન છે. ગુજરાતના ગામડે-ગામડે સ્વયંસેવકો, કાર્યકરો અને સરકારી તંત્ર ૪૪-૪૫ ડીગ્રી તાપમાં સેવાયજ્ઞ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને ફક્ત રાજકીય આક્ષેપો અને જુઠ્ઠાણા જ સુઝે છે. કોંગ્રેસ દરેક વાતને ફક્ત મતના રાજકારણથી જુએ છે જ્યારે ભાજપા જનહિતમાં સતત કાર્યરત હોય છે.શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ ચાલુ કર્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોના માળખામાં પણ બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ એ ભારતનું ભવિષ્ય કઇ દિશામાં લઇ જવુ તે માટે નિર્ણાયક બનવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકો પર ભવ્ય વિજય મેળવી ફરીથી શ્રી નરેન્દ્રભાઇને પ્રધાનમંત્રી બનાવવા આપણે સૌ આજથી જ કાર્યરત બનીએ.પ્રદેશ બેઠકના પ્રારંભમાં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર દેશમાં સામાજીક પરિવર્તન અને જનસુખાકારી માટેના અનેક કાર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાથ ધર્યા છે ત્યારે ગ્રામ સ્વરાજ અભિયાનના માધ્યમથી ગુજરાત ભાજપાના કાર્યકરો/આગેવાનોએ પણ ગામડે–ગામડે જઇ ગરીબ, કિસાન, યુવાનો અને રોજગારી અંગે યોજનાઓ માટે જનજાગૃતિ લાવવાનું કામ સુપેરે પાર પાડ્યુ છે.શ્રી જીતુભાઇ વાઘાણીએ જળસંચય અભિયાન દ્વારા પડકારને અવસરમાં પલટાવવાનું ભગીરથ કાર્ય કરવા બદલ માન્ય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ સમગ્ર સરકારને અભિનંદન આપ્યા હતા. ધોમધખતા તાપમાં આ સેવાયજ્ઞમાં જોડાયેલા સૌ સામાજીક સંસ્થાના સ્વયંસેવકો અને પાર્ટીના કાર્યકર્તાઓને પણ બિરદાવ્યા હતા.ગૌસેવા અને જળ અભિયાન બાબતે કોંગ્રેસના બેબુનિયાદ આરોપો અંગે શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની સરકાર અને ભાજપાના કાર્યકર્તાઓ વર્ષોથી ગૌસેવામાં કાર્યરત છે. જ્યારે કોંગ્રેસના લોકો ગાયના નામે પણ રાજકારણ રમે તે શરમજનક છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ગળથુંથીમાં છે તેથી જ તેને લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા જળ અભિયાનના કાર્યમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે. એકતરફ કોંગ્રેસ આક્ષેપબાજી અને જુઠ્ઠાણાઓમાં વ્યસ્ત છે ત્યારે ભાજપાના કાર્યકરો જનતાની સેવામાં કાર્યરત છે. આગામી સમયમાં ભાજપા સરકાર સૌરઉર્જા દ્વારા ખેડૂતોની વર્ષો જુની માંગણી અને સમસ્યાનો ઉકેલ લાવશે.શ્રી વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યુ હતુ કે, પ્રજાજીવનના રચનાત્મક કાર્યોને કારણે નગરપાલિકામાં ભાજપા વિજય મેળવે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા દાખવે છે, હવનમાં હાડકા નાંખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે.રાજ્ય સરકારના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે કિસાનો માટે જાહેર થનારી અતિ મહત્વની ‘‘સૌરઉર્જા કિસાન હિત યોજના’’ની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં જ સૌરઉર્જાનું ઉત્પાદન કરી વિજળી વાપરશે તેમજ સરકારને વેચી વધારાની આવક પણ મેળવી શકશે. આગામી દિવસોમાં આ યોજનાની વિસ્તૃત માહિતી સરકાર દ્વારા આપવામાં આવશે. પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાએ જળ અભિયાન સંદર્ભે માહિતી આપી હતી.પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ ગ્રામ સ્વરાજ અભિયાન અને સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કાર્યક્રમોને સંગઠનશક્તિની મદદથી સામુહિકતામાં સફળ બનાવવા બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. શ્રી ભીખુભાઇ દલસાણીયાએ પક્ષના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ૧૧મી મે પોખરણમાં કરેલા અણુ ધડાકાનો દિવસ છે તેને સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા સૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી બાજપાઇજીના નેતૃત્વમાં ભારત અણુ મહાસત્તા બન્યુ હતું. ભારતની આ ઉપલબ્ધીથી યુવાનોને માહિતગાર કરવા માટે તમામ જીલ્લાઓમાં યુવા કારોબારી આયોજીત કરવામાં આવશે. આગામી ૨૬મી મે ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને ચાર વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓની માહિતીઓ જનજન સુધી પહોચાડવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે. તારીખ ૨૭મી મે ના ‘‘મન કી બાત’’ કાર્યક્રમનું પણ સમગ્ર ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર સામુહિક શ્રવણનો કાર્યક્રમ યોજાય તે અંગેનંમ આયોજન કરવા સૂચના આપી હતી.રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીએ પણ સુજલામ સુફલામ જળ અભિયાનમાં મળેલા વ્યાપક આવકાર બદલ સરકાર અને સંગઠનને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા રજુ થનાર ‘‘સૌરઉર્જા કિસાન હિત યોજના’’ને પણ બિરદાવી હતી.શ્રી વી. સતીષજીએ જણાવ્યુ હતુ કે, વૈશ્વિક ફલક પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા જેમ જેમ વધી રહી છે તેમ તેમ કોંગ્રેસીઓ વધુને વધુ જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. ભાજપા વિરૂધ્ધ સમાજના તમામ વર્ગોને ભડકાવવા માટે મીડિયા, સોશીયલ મીડિયા તેમજ ન્યાય પાલિકાનો પણ દૂરઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભાજપા વિરૂધ્ધ અનૂસૂચિત જનજાતિને ભડકાવવા માટે એક ષડયંત્ર ચાલી રહ્યુ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરનાર કોંગ્રેસીઓએ જવાબ આપવો જોઇએ કે બાબાસાહેબે નેહરૂ મંત્રીમંડળમાંથી રાજીનામુ શા માટે આપ્યુ હતુ ? જે લોકોએ સંવિધાનના નિર્માતાનું પણ સતત અપમાન કર્યુ, જે લોકો સંવિધાન પર વિશ્વાસ રાખતા નથી, તેવા લોકો આપણને સંવિધાનની દુહાઇ આપે તે હાસ્યાસ્પદ છે. આપણે સૌ ગુજરાતની જનતાએ સોંપેલા દાયિત્વને સુપેરે નિભાવી ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય વિજય અપાવીએ.પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ‘‘શ્રી કમલમ્’’ ગાંધીનગર ખાતે યોજાયેલી ભાજપાની પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ કોર ગૃપના સભ્યો, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ, સેલના પ્રદેશ કન્વીનરશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ, પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન/વાઇસ ચેરમેન, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ/મેયરશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણી મુજબના આગેવાનો/ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ સવારે પ્રદેશ કોર ગૃપ તેમજ પ્રદેશ હોદ્દેદારો અને જીલ્લા પ્રભારી, મોરચા પ્રમુખોની બેઠક યોજાઇ હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •