કવિતા વિશેષ માં આજે અંકિત ત્રિવેદી

કલા સાહિત્ય

જીવનના હકારની કવિતા …. રસ્તો ખબર ના હોય એવા રસ્તે જવાની મજા ઓર છે આજનું દુ:ખ તો સહન થઈ જાય છે પણ એમાં આવતીકાલની કલ્પના ભળે છે એટલે એ અસહ્ય થઈ જાય છે. આજને માણવા માટે થોડું અંધારું પણ જરૂરી છ विज्ञान और निद्रा जब ट्रेन में चढता हूं तो विज्ञान को धन्यवाद देता हूं वैज्ञानिक को भी. जब उतरता हूं वायुयान से तो ढेरों धन्यवाद देता हूं विज्ञान को और थोडा-सा इश्वर को भी. पर जब बिस्तर पर जाता हूं और रोशनी में नहीं आती निद्रा तो वत्ती बुजाता हूं और सो जाता हूं. विज्ञान के अंधेरे में, अच्छी निद्रा आतीं है } केदारनाथ सिंह વિ જ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી છે. જોકે, પ્રગતિની સાથે સાથે આજ વિજ્ઞાને આપણને નિ:સહાય પણ કર્યા છે. આપણે સૌ જોઈએ છીએ કે આજે મોબાઇલ જાણે વધારાનો હાથ હોય એમ લોકો સાથે લઈને ફરે છે. અરે, નાનકડા મોબાઇલમાં તો જાણે આખી ઓફિસ આવી જાય છે. આ પણ વિજ્ઞાન જ છે ને. વિજ્ઞાન ખરેખર તો ચમત્કાર અને સાક્ષાત્કાર વચ્ચેની ક્ષણને જીવે છે. કવિ વિજ્ઞાનના હકારને ધન્યવાદ આપે છે. ટ્રેનમાં બેસીએ ત્યારે બે પાટા વચ્ચે સરકતી ટ્રેનનું આશ્ચર્ય છે પણ એવું! વિમાનમાં ઊડીએ અને ઊતરીએ ત્યારે પણ આપણને ચમત્કાર જ લાગે! ઇશ્વરનો આભાર માનવાનું મન અનાયાસે થઈ આવે! પણ કવિ કેદારનાથ સિંહ કહે છે તેમ પથારીમાં ઊંઘતી વખતે લાઇટ ચાલુ હોય છે. ત્યારે આપણને ઊંઘ નથી આવતી! આ લાઇટ પણ તો વિજ્ઞાનની જ શોધ છે. જ્યારે લાઇટ બંધ થાય છે ત્યારે આપોઆપ આપણને ઊંઘ આવી જાય છે. વિજ્ઞાનના અંધકારમાં સારી ઊંઘ આવે છે. બધું જ જાણ્યા પછીનું દુ:ખ આપણને ખબર જ છે. નથી જાણ્યું હોતું- એ વખતનું સુખ પણ મજેદાર હોય છે. થોડાક ડોબા, થોડાક જાણગાંડા રહેવામાં પણ મઝા પડવી જોઈએ. બધું જ આવડી ગયા પછી જે આવડતી વખતે થ

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply