આજે કવિ વિશેષ માં મળીએ “સોનદીપ” દિપક છાયા ને.

કલા સાહિત્ય

ડાયેટીંગ.
_________
આ ડાયેટીંગની ડાંગે છૂટા પાડ્યા તેલ પાણી.
એક ચમચીમાં વઘાર ને પછી ખાવને ધાણી.

ફાફડા જલેબી ભૂલીને ખાધી ખીચડી તાણી.
શાક સૂકાં ભઠ સબડે કયાં ગયાં તેલ પાણી?

મગ ઉગાડી પૂંછડી ખાધા ડાઢા તાણી તાણી.
કચુંબરનો કચડાટ સહ્યો દાંતીયા કચવાણી.

હસતે મોઢે હિંમત રાખો ને પીવો પાણી પાણી.
ઘાસચારો તો ખાધે રાખો તમે વઘારી પાણી.

સૂપ તમારો જીવનસાથી સાથે મેથી માણી.
જવ જૂવારને વાલાં કરજો રહેજો રાજરાણી.

ચા કોફીના ચૂથણાં ને મૂકો કોરાણે આચાર.
સરગવાની સીંગ ઉકાળી કરો વાનો વઘાર.

દૂધ ધી ને માખણ દીસે દાના દુશ્મન હજાર.
રાગી કેરા રોટલા લાગે દિલી દોસ્ત દમદાર.

યોગા કસરત ને જોગીંગ સવારે સાથે આણી
હેલ્થ ક્લબવાળા ને ત્યાં હોયે ખાસ્સી કમાણી.

સોડ તાણી ને વહેલા ઉઠી ઉકાળાની ઉજાણી.
ગાજર ટમેટાં ભાજીવાળા કરે કાળી કમાણી.

ફળવાળાને મોજે દરિયા રસીલી હોયે વાણી
રસ કરીને રહે રાતડા રોજની કરતા કમાણી.

ભલું હોજો ભવે આવતે દેજો દીનતા તનતણી.
કાંટે ના વધે કાયામાયા જે સ્મોલમાં સમાણી.

“સોનદીપ”
દિપક છાયા

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *