અર્થશાસ્ત્રી સ્પેશિયલ. મેક ઇન ઇંડિયા – ડૉ. પ્રતિક ત્રિવેદી

સમાચાર
Make in India
બબ્બર શેર કે પિંજરે કા શેર
• 15 ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેમની સૌથી મહત્વકાંક્ષી તથા લાંબાગાળાની યોજના “Make In India”ની ઘોષણા લાલ કિલ્લા ઉપરથી કરી. આજે જયારે મોદી સરકાર 2019 ના આંગણે આવીને ઊભી છે ત્યારે બધાની નજર વિદ્વાન અર્થશાસ્ત્રીઓ તથા આંકડાશાસ્ત્રીઓ ઉપર હશે. આ દેશની કોઈપણ સરકારની સિદ્ધિ કે તેમની નિષ્ફળતાઓ જો આંકડાશાસ્ત્રીઓ તથા અર્થશાસ્ત્રીઓ જ દેશ સમક્ષ લાવશે તો દેશની જનતાને કોઈપણ સરકાર ગુમરાહ કે આંકડાકીય માયાજાળમાં નઈ ફસાવી શકે. શું Make In India આંકડાશાસ્ત્રીય રીતે સફળ છે? શું Make In India ભારતને ચીન જોડે સ્પર્ધામાં ઉતારી શકશે? શું મેક ઇન ઇંડિયા સકસેસ મોડેલ છે? આ બધા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન આ લેખમાં કરવામાં આવેલ છે.
• શરૂઆત :-
• Make In India નો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક કંપનીઓને ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આકર્ષવાનું હતું. જેથી કરીને આ રોકાણથી નોકરીની ઉજ્જવળ તકો ઊભી થાય તથા ભારતના વૃધ્ધિદરમાં વધારો થાય. આ નિર્ણય ની જાહેરાત થતા રોકાણકારો, નિષ્ણાતો તથા ઉત્પાદકોને તેની સમય કટિબદ્ધતા અને નિડરતા ઉપર આશંકા હતી. ભારતનું રાજકીય બંધારણ એ રાજ્યોની નિતિથી જોડાયેલું છે. મહત્વનો પ્રશ્ન એ હતો કે શું કેન્દ્રની નિતીઓમાં રાજ્યો સહકાર આપશે? શું આ નિતીનું યોગ્ય અમલીકરણ થશે? તેમની આ ચિંતા યોગ્ય એટલા માટે હતી કેમકે મોદી સરકારના આગમન સમયે FDI એટલે કે “Foreign Direct Investment” દર 2013-14 નો ફક્ત 8% હતો.
• છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારની નિતીઓ ઉદ્યોગો માટે સુવાળી જાજમ પાથરનારૂ નથી તેવુ માનવામાં આવતું, આવા સમયે થમ્પીંગ મેજોરીટી સાથે આવેલી સરકારના આક્રમક નિર્ણય તરીકે આ નિર્ણયને જોવામાં આવતો. આ યોજનાની ઘોષણા થતાના એક મહિનામાં જ 25 જેટલા વિવિધ સેક્ટરોમાં આના અમલીકરણની જાહેરાત કરવામાં આવી. આ યોજનાએ FDI માં ઘરમૂળ બદલવાની પૂર્તિ કરનારૂ પણ હોવાની આશા વ્યક્ત કરાઈ.
• વિગતે વાત કરીએ તો,
I.  ડિફેન્સ સેક્ટરમાં વિદેશી કંપનીઓ ને સંપૂર્ણ સબ્સીડરીની માલીકીનો હક મળી શકે જો તેઓ ભારતમાં આધુનિક ટેકનોલોજી લાવવા માંગે. સાથે જ તે ડિફેન્સમાં 100% FDIને મંજુરી આપવામાં આવી સાથે જ 49%થી વધુ FDI ના કિસ્સામાં “State of the Art” ને પણ નાબૂદ કરવામાં આવ્યો. આ નિર્ણયથી વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા સુંવાળો માર્ગ મળી રહશે તેવો પણ દાવો કરવામાં આવ્યો.
II. આ સાથે જ સરકારે FIPB (ફોરેઇન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ) પણ રદ કરી FDIને વેગ વધારવા માર્ગ મોકળો કરી આપ્યો.
• આંકડાકીય વિશ્લેષણ :-
 શરૂઆતની વાત કરીએ તો તે ખૂબ જ ઇન્દ્રિયગમ્ય હતી. એપ્રિલ 2014થી ફેબ્રુઆરી 2018 સુધીમાં ભારતમાં કુલ 156.64 બીલીયન ડોલરનુ રોકાણ થયુ.
 FDI રોકાણની વાત કરીએ તો તેમાં 27%નો હરણફાળ વધારો થઈ 30.91 બિલિયન ડોલર તથા અંતિમ વર્ષમાં વધીને 40 બિલિયન ડોલર જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક 29% વધારો દર્શાવે છે. (વર્ષ 2014 – 2016)
 વર્ષ 2016-17માં FDI ઇક્વિટી એ ફરી રેકોર્ડબ્રેક 43.47 બિલિયન ડોલરનું રોકાણ દર્શાવ્યુ પણ વધારાનો દર આગલા વર્ષની સરખામણીએ માત્ર 9% નોંધાયો, ઉલ્લેખનીય છે કે એક સમતળ સપાટીએ વિકાસ આવ્યા પછી ફક્ત તેને જાળવી રાખવો પણ અઘરૂ કામ છે ત્યારે કેન્દ્ર સરકારને આની ક્રેડીટ આપવી જ રહી. આ વાત સમજતા વિશ્લેષકો એટલું તો સમજશે કે વર્ષ 2017-18માં આ દર કદાચ 1% જેટલો પણ ઓછો રહે પણ આ દર વર્ષ 2012-13ની સરખામણીએ ઘણો પ્રશંસનીય છે.
 જુનિયર કોમર્સ એન ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર સી. આર. ચૌધરીએ જણાવ્યું કે આટલા વર્ષમાં થયેલ ઔદ્યોગિક ઉત્પાદન તથા તેની FDI સાથેના સહસંબંધની માહિતી તો અમારી પાસે નથી, પણ અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
• અડચણરૂપ મુદ્દાઓ
• ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જનરલ ઈલેક્ટ્રીક કંપનીના કરાર કે જેમાં ભારતમાં શસ્ત્રો બનાવવાની વાત હતી તેને નકારીને સીધા જ વિદેશી કંપની જોડેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો લેવામાં આવ્યા જેને રાજકીય મુદ્દો બનાવી વિપક્ષ કેન્દ્ર સરકાર ઉપર દબાણ બનાવવામાં સફળ સબિત થઈ છે.
• જનરલ ઈલેક્ટ્રીક વર્ષ 2015માં 2.6 બિલિયન ડોલર કોન્ટ્રાક્ટ ની હરાજીમાં સફળ સબિત થયુ હતુ જે અંતર્ગત તેમણે 1000 ડિઝલ સાધનોની યોજના ભારત સરકાર સમક્ષ મૂકવાની હતી. પરંતુ નરેન્દ્ર મોદીજી ના આંતરરાષ્ટ્રીય કરાર મુજબ બળતણ બચાવવાની સંધિ હેઠળ આ નિર્ણય રદ કરી યુનિયન રેલ્વે મિનિસ્ટ્રી એ સપ્ટેમ્બર 2017માં જાહેરાત કરવી પડી કે ઊંચી મેન્ટેનન્સ કોસ્ટ તથા પ્રદૂષણના લીધે આ કરાર રદ થાય છે.
• આ પ્રસંગે એ પણ સમજવું જરૂરી બને છે કે જનરલ ઈલેક્ટ્રીક એ અમેરિકન કંપની દ્વારા ભારતમાં કરેલુ કોઈપણ સમયનુ સૌથી મોટું રોકાણ હતુ તે પણ રેલ્વેમાં 100% FDI આવ્યા પછી.
• ઉપરાંત વર્ષ 2018 જાન્યુઆરીમાં કેન્દ્રસરકાર દ્વારા નરેન્દ્ર મોદીજી ના જાપાન પ્રવાસ દરમિયાન તેમને અપાયેલ અદ્યતન ટેકનિકવાળી બુલેટ ટ્રેનની જાહેરાત કરવામાં આવી, આ અંતર્ગત જાપાન ભારતને વિવિધ શહેરો માટે બુલેટ ટ્રેન બનાવીને આપશે, પરંતુ વિપક્ષના કહેવા પ્રમાણે આ કેન્દ્ર સરકારનો ભારતમાં જ રેલ્વેના કોચ બનાવી ઉત્પાદન પ્રક્રિયા તથા રોજગારીની તક ઊભી કરવાની તક તથા વાયદામાં મોટો યુ-ટર્ન હતો.
• ત્યારબાદ બહુચર્ચિત રાફેલ ડીલ જે અંતર્ગત ભારતીય વાયુસેના ને અદ્યતન તથા મજબૂત કરવા ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન સાથે 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરવામાં આવ્યો. જે મામલે આજે પણ વિપક્ષ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગી રહી છે,
• કેન્દ્રસરકારની અંતિમ યોજના માં Make In India 21 ની જગ્યાએ 25 સેક્ટરમાં કામ કરવા જઈ રહ્યું છે ત્યારે એટલું સમજીએ કે આ કોઈ કાર્યક્રમ નથી પણ અભિયાન છે, વાત જયારે રાષ્ટ્રનિતિ ની હોય ત્યારે કોઈપણ સરકાર હોય તેમને સફળ અભિયાન તથા સફળ યોજનાઓને ભલે નામ બદલીને પણ ચાલુ રાખવી જોઈએ તો જ આપણે દુરંદેશી પરિણામ મેળવીને રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જઈ શકીશું.
ટહુકો !!!
ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે. ડૉ. પ્રતિક ત્રિવેદી
TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply