ગુજરાતનું ગૌરવ: રઝીન લાલીવાલા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય વિશેષ

૨૦૦૪માં ધોરણ-૧૨માં ડીસ્ટીન્ક્સન સાથે પાસ કર્યા પછી એક બાજુ બી.કોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ અને તેની સાથે સાથે ફાઈન આર્ટસ ક્ષેત્રે પાંચ વર્ષનો ડીપ્લોમા (પેઈન્ટીંગ)માં પ્રવેશ, આમ બેધારી તલવાર અથવા તો બે ઘોડા પર એક સાથે સવારીની શરૂઆત થઇ.

એક બાજુ બી.કોમ.માં પૈતૃક દાદા (સ્વ. પ્રો.એ.આઈ.લાલીવાલા –એલ.ડી.આર્ટસ કોલેજ- ‘વિષય’- “જગતનાં ધર્મો”, “તર્કશાસ્ત્ર” અને “મનોવિજ્ઞાન” -૧૯૬૪ થી ૧૯૮૫)નો શૈક્ષણિક વારસો અને બીજી બાજુ માતા પક્ષે સ્વ. રહેમાન આર્ટીસ્ટ (ચીફ આર્ટીસ્ટ –અર્બુદા મિલ)નો કલાનો વારસો, એમ દ્વીપક્ષીય સમન્વયથી મારી કારકિર્દીની શરૂઆત બંને ક્ષેત્રે “ફર્સ્ટ ક્લાસ” રહી.ફાઈન આર્ટ્સના પાંચમા વર્ષ દરમિયાન સર્જેલ પેઈન્ટીન્ગ “ચાની કીટલી એ ચા આપતો ચા વાળો”ની ખ્યાતનામ આર્કિટેક્ટ દ્વારા ખરીદી એ કલાકાર જીવનની પ્રથમ કમાણી. તે પહેલા એટલે કે ૨૦૦૮માં “ગ્રાફિક્સ ક્ષેત્રે” નેશનલ એવોર્ડ, ૨૦૦૯માં “પેઈન્ટીન્ગ ક્ષેત્રે” એવોર્ડ, ૨૦૧૧માં “સ્કલ્પચર ક્ષેત્રે” સ્ટેટ લેવલે મળેલ એવોર્ડ મારી આર્ટીસ્ટ તરીકેની કારકિર્દીની જળહળતી બનાવી અને અખબારોમાં મારા પ્રથમ સોલો શો “topsy turvy world of razin” –નો વખાણ મને એક મજબુત મનોબળ આપતા ગયા. આ શ્રુંખલામાં મેં આંગળીઓ વડે “એબ્સ્ટ્રેકટ પેઈન્ટીગ” સર્જાયા હતા, જે દ્વારા મેં મારી લાગળીઓને વ્યક્ત કરવાની તક ઉઠાવી હતી.

ત્યાર બાદ ઘણાં બધા “ગ્રુપ એક્સીબીશન” કર્યા જેની પણ ખુબ યોગ્ય નોંધ વિવિધ માધ્યમો દ્વારા લેવાઈ હતી.

૨૦૧૫માં ઓક્ટોબર માસમાં મારા માતા-પિતા અને મારી બેન સાથે “હજ યાત્રા”નો અવસર મળ્યો. ત્યાર બાદ સર્વ ધર્મ સમભાવ, “વસુધૈવ કુટુમ્બકમ”, સમન્યાય, સમાનતાના સિદ્ધાંતોથી પ્રેરાઈને મેં કેનવાસ પર “બ્લેક એન્ડ વ્હાઈટ” શેડનો ઉપયોગ કરી તેના પર કલરફૂલ એઝટેક પ્રિન્ટ ને હાથગુંથણ દ્વારા (કેનવાસ પર ભરત ભરીને) “થીમ બેસડ” પેઈન્ટીન્ગની નવી શ્રુંખલા “કોમ્પેસન ઇન રેડ”નું સર્જન કર્યું. જેમાં અલગ અલગ પેઈન્ટીન્ગમાં અલગ અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરેલ છે.

આ શ્રુંખલાના તમામ પેઈન્ટીન્ગના રીવ્યુ વખતે શિકાગોના મીસીગન એવન્યુ ખાતે આવેલ આર્ટ ગેલરીના “Art Curator cum Artist” (Emily Watson Rice) (મારી રૂબરૂ મુલાકાત –જુલાઈ/ઓગસ્ટ ૨૦૧૭- શિકાગો- U.S.A. ખુબ ખુબ પ્રશંસા પામ્યા અને તે અંગેનું લખાણ https://www.gosamerarts.com/ask-the-curator 1 Link પર મોજુદ છે, એક ભારતીય આર્ટીસ્ટ તરીકે મને તેનું ગૌરવ છે.

આ ઉપરાંત, રીઝર્વ બેંક ઓફ ઇંડિયા, અમદાવાદ દ્વારા મારી પાસે બનાવડાવેલ- હેરિટેજ થીમ પરના ૨ પેઈન્ટીન્ગ (જેના વખાણ ગવર્નર ઊર્જિત પટેલે નવેમ્બર-૧૭માં તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન કરેલ) મારી ખ્યાતિમાં ઉમેરો કરેલ છે.

અમદાવાદની ખ્યાતનામ “મોતી મહલ હોટેલ” (સાણંદ ચોકડી-અમદાવાદ)માં ઇસ્લામિક સાઈન્ટીસ્ટ દ્વારા થયેલ અવનવી શોધો પર આધારિત ૧૦ પેઈન્ટીન્ગની શ્રુંખલા પણ અદભુત આવકાર પામી છે.

હું આંગળીઓ દ્વારા સર્જાતા એબ્સ્ટ્રેક પેઈન્ટીન્ગમાં ખુબ રસ ધરાવું છું અને આવનારા દિવસોમાં હું એવા એબ્સ્ટ્રેક પેઈન્ટીન્ગનું સર્જન કરવા માંગું છું કે જેમાંના પેઈન્ટીન્ગમાંના સંદેશને તેની થીમને પેઈન્ટીન્ગ જોતા જ સમજાઈ જાય અને તે ઉપરાંત આજ દિન સુધી કોઇપણ આર્ટીસ્ટ ન સર્જાયા હોય તેવા થીમ બેસ્ડ પેઈન્ટીન્ગનું સર્જન કરવું એ મારી ઈચ્છા છે.

TejGujarati
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares
 • 19
  Shares

Leave a Reply