કુચીપુડીનો પર્યાય એટલે બીજલ હરિયા

કલા સાહિત્ય વિશેષ

બાળપણ ની પાપાપગલી માંડતા માંડતા આજે પરંપરા અકાદમી ઓફ પરફોર્મિંગ આર્ટસ સુધી ની મજલ જાણે તાલ બદ્ધ નર્તન કરતા કરતા અહી પહોંચી હોઉં તેવું લાગે છે. પરંપરા એટલે ભારતીય સંસ્કૃતિક નાટ્ય કળા, ભરત નાટ્યમ, કુચીપુડી તેમજ લોક નૃત્ય ને ભાવી પેઢી સુધી તેના અસલ સ્વરૂપે લઇ જવા માટે ની અકાદમી.

આમ ઈશ્વર, ગુરુ કૃપા અને અથાગ પરિશ્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કળા નો આ અખૂટ , અમુલ્ય અને પ્રાચીન વારસા ને આત્મ સાત કરી દેશ વિદેશ તેમજ આવનાર પેઢી સુધી પહોચાડવા હું કટી બદ્ધ છું.

મેં નૃત્ય સીખવાની સરુઆત ખુબ જ નાની વયે મારા પ્રથમ નૃત્ય ગુરુ શ્રીમતી સ્મિતા શાસ્ત્રી પાસે થી કરી અહી બંને નૃત્ય શૈલી ના નૃત્યતીર્થ ની ઉપાધી મેળવ્યા બાદ ભરતનાટ્યમ માં મુંબઈ યુનિવર્સીટી સાથે સંલગ્ન ભરત કોલેજ ઓફ ફાઈન આર્ટ એન્ડ કલ્ચર માંથી ગુરુ ડોક્ટર સંધ્યા પુરેચા ના ઉત્કૃષ્ટ અને શિસ્તબદ્ધ તાલીમ હેઠળ તેમણે માસ્ટર ઓફ ફાઈન આર્ટસ ની ઉપાધી મેળવી અને ૨૦૧૨ માં ભારત સરકાર દ્વારા તેમના સંશોધન કાર્ય માટે ફેલોશિપ પ્રાપ્ત કરી. હાલ માં ગુરુ ડોક્ટર સંધ્યા પુરેચા ના માર્ગદર્શન હેઠળ PHD ની પદવી માટે કામ કરી રહ્યા છે.

જ્યાં એક બાજુ ભરતનાટ્યમ ના ઈતિહાસનો અભ્યાસ ત્યાં બીજી બાજુ કુચીપુડી નૃત્યશૈલીમાં આગળની તાલીમ હાલમાં તે ગુરુ પદ્મભૂષણ ડોક્ટર રાજા રાધા રેડ્ડી પાસે થી મેળવી રહ્યા છે.

સાધક તરીકે તેમણે દેશ – વિદેશ માં અનેક કાર્યક્રમો-કોમ્પીટીશન-સેમીનાર દ્વારા આ કળા નો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. તેમને અનેક એવોર્ડ જેવા કે શિન્ગારમની ,નૃતાશીવાલી, કલાકાર, નૃત્યવીલાસીની જેવા થી લવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલો નૃત્ય દ્વારા તેમણે કુચીપુડી નૃત્યશૈલીની ભુસાતી જતી આલયકૃતિઓ જેવી કે કૌવત્યમ જ્યાં પગ દ્વારા કેનવાસના કપડા પર મોર તેમજ સિંહ ની આકૃતિ અંકિત કરવામાં આવે છે. અષ્ટપદીઓ, શબ્દમ તેમજ તરંગમ ની પ્રસ્તુતિ દેશભરમાં ઉપરાંત અમેરિકા, ઇન્ડોનેશિયા, લંડન જેવા દેશોમાં કરતા આવ્યા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *