મહીપતરામ રૂપરામ આશ્રમનો સવાશતાબ્દી સમારોહ

કલા સાહિત્ય ગુજરાત

મહીપતરામ રૂપરામ આશ્રમનો સવાશતાબ્દી સમારોહ

ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સમાજસેવા, નારીઉત્થાન અને કેળવણીના યશસ્વી કાર્યો કરનાર મહીપતરામ રૂપરામ આશ્રમની સવાશતાબ્દી ઉજવાઈ રહી છે. આ પ્રસંગે સવાશતાબ્દીનો આલેખ આપતા ડૉ. વી. જી. વાઢેલ લિખિત ‘મહોર્યાં અહીં ગુલમહોર’ પુસ્તકનું વિમોચન શ્રી પ્રવીણ ક. લહેરીના હસ્તે થશે જેમાં 19મી સદીમાં સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિ કેવી હતી તેની પૂર્વભૂમિકા આપીને આશ્રમની સ્થાપના 1892માં કેવી રીતે થઈ તેનો આલેખ આપ્યો છે. સમાજસુધારક અને સાહિત્યકાર મહીપતરામ રૂપરામ નીલકંઠના અવસાન પછી તેમનું કાયમી સ્મારક જળવાઈ રહે તે માટે એમના શિષ્યોએ કેવા પ્રયત્નો કર્યા તેની વાત અહીં આપવામાં આવી છે. ગાંધીજીએ 1915માં આ આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમની સ્થાપનાકાળથી બાળકોને જાળવવાનું, ત્યક્તા વિધવા સ્ત્રીઓને આશ્રય આપવાનું, સ્ત્રીશિક્ષણ માટે પ્રયત્ન કરવાનું તથા સ્ત્રીઓ અને બાળકોનું સમાજમાં પુન:સ્થાપન કરવાનું બહું મોટું કામ આશ્રમ દ્વારા થાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી નારાયણભાઈ પટેલ અધ્યક્ષ તરીકે અને શ્રી માધવ રામાનુજ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. 21 એપ્રિલ શનિવારે સવારે 9-30 વાગ્યે મહીપતરામ આશ્રમના ભગત હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેટલાક સંનિષ્ઠ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *