ડૉ. પ્રતિક ત્રિવેદી, ગુજરાત નું ગૌરવ

Uncategorized કલા સાહિત્ય વિશેષ

 

ડૉ. પ્રતિક ત્રિવેદી

   ૨૪ સપ્ટે, ૧૯૮૭માં જામનગરમાં જન્મ થયો. નાનપણથી જ શિક્ષકના ઘરમાં ઉછરેલા તથા શિક્ષણવિદ્યાથી ભરપૂર કુટુંબીજનોના વહાલસોયા એવા શિક્ષણજગતના તથા સામાજિક જનજીવનનો અતિ ચર્ચિત ચહેરો એટલે ડૉ. પ્રતિક ત્રિવેદી.
માત્ર 28 વર્ષની ઉંમરે આંકડાશાસ્ત્ર (Statistics) વિષયમાં ગુજરાત યુનિવર્સિટી માંથી Ph.D. ની ડિગ્રી મેળવેલ છે.
પરંતુ તેમને બહુચર્ચિત તથા વિખ્યાત બનાવે છે તેમની “Think out of Box” ની થિયરી
તેઓને માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના “Startup India” ઉપરના સંશોધન માટે સન્માનિત કરાયા છે.
માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના Skill India અંતર્ગતના “Statstical Club of Personality Enhancement (SCOPE)” માટે સન્માનિત કરાયા છે.

સાથે જ, “National Human Rights Commision of India” દ્વારા માનનીય HRD મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા સામાજિક કાર્યમાં યોગદાન માટે સન્માનિત કરાયા છે.
ડૉ. પ્રતિક ત્રિવેદી છેલ્લાં ઘણા વર્ષોથી ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને દાનમાં કંઈ આપવાના બદલે શિક્ષા આપવાનું પસંદ કરે છે, માટે જ તે દર શનિવાર – રવિવાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાત્રિ વર્ગો ચલાવે છે. તેમના આ કાર્ય માટે ઝારખંડ ના મુખ્યમંત્રી “રઘુબર દાસ” દ્વારા સન્માનિત કરાયા છે.
અવારનવાર, મિડિયામાં ચર્ચા જેવી કે, સંદેશ, TV 9, મંતવ્ય તથા કેટલીક રાષ્ટ્રીય સમાચાર ચેનલ જેવી કે આજતક, NDTV India માં પોતાના તટસ્થ પક્ષ મુકવા બદલ BJP ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, શાહનવાઝ હુસૈન તથા રાજ્યસભા સાંસદ બાદ નરસિંહારાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમનો આવા કાર્યોથી સમાજ પણ ગૌરવ લે એ સ્વાભાવિક છે, તેમને નજીકના ભવિષ્યમાં મોટી જવાબદારી મળવી ખૂબ જ નિશ્ચિત છે માટે જ તેમને “બ્રહ્મ ગૌરવ એવાર્ડ”થી સન્માનિત કરવામાં આવે છે. માત્ર 30 વર્ષની ઉંમર સુધીમાં અત્યાર સુધી તેઓના ૧૫ સંશોધન પેપર્સ નેશનલ અને ઇન્ટર-નેશનલ જર્નલમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. સાથે સાથે ૨૦ જેટલી ISBN નોંધાયેલા પુસ્તકો, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ માટે તેઓ સહ-લેખક તરીકે પોતાનુ યોગદાન આપી ચુક્યા છે. આ ઉપરાંત, 5 જેટલા પુસ્તકોમાં એકમાત્ર લેખક તરીકે પ્રકાશિત કરી ચુક્યા છે, જે યુવા સંશોધકો માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરી પાડનારું છે.
તેઓ આવી જ પ્રગતિ કરતા રહે તથા સમાજને તથા યુવાનોને સાચી દિશાઆપતા રહે તેવી શુભકામનાઓ.

 

 

 

TejGujarati
 • 3.8K
 •  
 •  
 •  
 •  
 •  
  3.8K
  Shares
 • 3.8K
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *