અને અક્ષર લોહીથી ખરડાઈને જાણે શાહીમાંથી શહીદ બનીને પોકારે છે,વંદે માતરમ્ વંદે માતરમ્ …! – પાર્થિવી અધ્યારુ શાહ .

ઓ ભારત માતા, તારા ખોળે મળ્યા કૃષ્ણ રામ ને સીતા ! તે જ તો આપ્યા ગાંધી જેવા રાષ્ટ્રપિતા ! તારી સમૃધ્ધિ એ જ અમારી શાતા ! તુ જ અમ સૌની ભાગ્યવિધાતા ! તારી રક્ષા કાજે સરહદ પર જ્યારે જવાન હશે વિંધાતા ! અડગ ને અચળ પર્વત પણ ત્યારે હશે કાંપતા ! હિમ સમા પવનમાં થીજેલી […]

Continue Reading

તને મુબારક સૌભાગ્ય નાં અટહાસ્યો તારાં, વગર લગ્ને મારી કને ય વિધૂર ફળ છે તો છે.-મિત્તલ ખેતાણી.રાજકોટ

તારી પાસે આયખું મારી પાસે પળ છે તો છે. તારી તો નફરત નું ય મને આકર્ષણ છે તો છે. જોઈએ તું જ ને કાં પછી બીજું કોઈ નહીં, ઈશ્વર ને ભાગ્ય પાસે મારું ય પ્રણ છે તો છે. જીવતો સળગાવીશ તો ય પ્રેમદોરી નહીં મૂકું, મારી રાખ માં ય તારી વફા નું વળ છે તો […]

Continue Reading

🌟 *અફસોસ* – પરાગ શાહ.

મળી ગયાં શબ્દો પણ…. આકાર આપવાનું રહી ગયું બીજાંને કહેતો રહ્યો ને…. ખુદને જગાડવાનું રહી ગયું રચ્યોપચ્યો રહ્યો….. માયા, મમતા ને લોભમાં બધાંની ઓળખાણો કાઢી આત્માને ઓળખવાનું રહી ગયું દોડતો રહ્યો છું રાત દિ’ સદા સ્વાર્થ માટે પરમાર્થ જ પાર પાડશે એ વાત જાણવાનું રહી ગયું બધાં સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીનાં ખબર હોવાં છતાં […]

Continue Reading

કાળા કાળા ઘનઘોર જેવા કેશ માં ગૂંથાઈ જવાની એક જંઝીર મળે.- જ્યેશ મકવાણા ‘પ્રસુન’.

તારી આંખો માં એક તસવીર મળે… તું મને મળે એવી એક તકદીર મળે.. ગુલાબી ગુલાબી હોઠોની રંગતમાં મહાલવાની મને એક તરકીબ મળે.. કાળા કાળા ઘનઘોર જેવા કેશ માં ગૂંથાઈ જવાની એક જંઝીર મળે.. તું તનબદન થી એક રૂપ નો દરિયો તારા માં સમાઈ જવાની એક ક્ષણ મળે મીરાં બને,નીરા બને કે પછી ધમની શીરા તારું […]

Continue Reading

હું સુહાગ નો ચાંલ્લો….- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

હું સુહાગ નો ચાંલ્લો…. ક્યારેક રંગે લાલ ક્યારેક મરુણ ક્યારેક મસમોટો ક્યારેક નાની બિંદી જેવો તેજ બની ચમકતો હું સુહાગ નો ચાંલ્લો…. નીત સવાર થી સાંજ સુધી એના લલાટે શોભતો…. પણ પછી તો ? સાંજ થી સવાર સુધી… ક્યારેક કિચનની ગ્લેઝડ ટાઇલ્સની દીવાલે ચોંટી વઘારની સુવાસ માં ઉછળતો ક્યારેક બાથરૂમ ના નળ ની ઉપરની ગ્લેઝડ […]

Continue Reading

થોડુંક લકી,ને ઝાઝું અનલકી હોય છે. -મિત્તલ ખેતાણી

પ્રારબ્ધ અનલકી હોય છે પ્રારબ્ધ નું ક્યાં કંઈ નક્કી હોય છે. થોડુંક લકી, ઝાઝું અનલકી હોય છે. આપે વ્હાલ સૌને,ક્યાં કંઈ જોઈતું, બાળક માટે એટલે જ,એ લકી હોય છે. છે સાલ્લું અસલ માણસ જેવું ગરજાઉ આજે નફરત,ને કાલે બકી હોય છે. પીગળે-બદલે દિલ થી કોઈ પ્રાર્થે તો, જ્યોતિષી માટે જ, એ જક્કી હોય છે. ગોતવો […]

Continue Reading

🔔 *શીર્ષક વિનાની આત્મકથા !* – નિલેશ ધોળકિયા

વ્હાલા સ્વજનો, આજ કાલ MeToo ની વાતમાં Genuine કહી શકાય એવી પણ કંઈ કેટલીય યૌવનાઓ બલિ બની ચૂકી હશે ! હૃદયના તાર ઝણઝણાવી દેતી ને હૈયું હચમચાવી દે તેવી આપવીતી ! હમણાં જ કોઈ અજ્ઞાતના રક્તથી લખાયેલી તથા દિલને વીંધી નાંખતી વ્યથા વાંચી જે અક્ષરસ નીચે પ્રમાણે પ્રસ્તુત કરેલ છે. માત્ર ૮ વર્ષની હતી હું, […]

Continue Reading

સદા સર્વદા કવિતા.

ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં સદા સર્વદા કવિતાનો પચાસમો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્હેરના અનેક કાવ્યપ્રેમી લોકોએ તેને સાંભળવાનો લહાવો લીધો હતો. જગ્યા ન મળતા સીડીઓમાં પણ લોકો બેસી ગયા હતા. દરેક કવિની કવિતાને લોકોએ બે હાથે વધાવી હતી. છેલ્લા ઘણા સમયથી થતો સદા સર્વદા કવિતાનો આ પચાસમો કાર્યક્રમ હતો તેથી વિશેષ ધામધૂમથી તેને […]

Continue Reading

“સદા સર્વદા કવિતા”

“સદા સર્વદા કવિતા” દર મહિનાના પહેલા રવિવારે કવિતા પર્વ યોજાય છે. ૪૯ મુ સદા સર્વદા કવિતા પર્વ યોજાયુ જેમાં રજનીકુમાર પંડયા ,હર્ષ બ્રહ્મભટ્ટ, કિરીટ દૂધાત , નવ્ય આચમન- શૌનક જોષી, વિમલ અગ્રાવત, ભરત વિંઝુડાએ કવિતા રજુ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કવિતા રશીકો હાજર રહ્યા હતા . સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આત્મા હોલ અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ ભુમિકા રજૂ કરીને અકાદમીની વિવિધ સાહિત્ય પ્રવૃતિઓની વાત કરી.મનહર’દિલદાર’ના સુપુત્રશ્રી વીરેન્દ્ર રાવલે,મનહર’દિલદાર’ના જીવન વિષે વક્તવ્ય આપ્યું,જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ’મિસ્કીન’એ મનહર’દિલદાર’ની ગઝલોનો પાઠ કર્યો અને ગઝલોનું રસદર્શન કરાવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ […]

Continue Reading