ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

મારી સાથે બોલે છે ને..?
એમ પૂછીને પણ એકબીજા
સાથે બોલતા,

રીસેસમાં ફક્ત લંચ
બોક્સના નહિ,
આપણે લાગણીઓના
ઢાંકણાં પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી ફરી પાછા
બોલી જતા,

એમ ફરી એક વાર
બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને
હસતા’તા,

કોઈપણ જાતના
એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં
વસતા’તા.

એક વાર મારું હોમવર્ક
તેં કરી આપ્યું’તું,

નોટબુકના એ પાનાને મેં
વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા,
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત,
મારી નોટબુકમાં આજે પણ
તારા અક્ષર હશે.

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર
જ્યાં આપણા આંસુઓ
કોઈ લૂછતું’તું,

એકલા ઉભા રહીને
શું વાત કરો છો..?
એવું ત્યારે ક્યાં કોઈ
પૂછતું’તું..?

*ખાનગી વાત કરવા માટે*
*સાવ નજીક આવી,*
*એક બીજાના કાનમાં*
*કશુંક કહેતા’તા…*

*ત્યારે ખાનગી કશું જ નહોતું*
*અને છતાં ખાનગીમાં*
*કહેતા’તા.*

*હવે, બધું જ ખાનગી છે*
*પણ કોની સાથે શેર કરું..?*
*નજીકમાં કોઈ કાન નથી…*

દોસ્ત, તું કયા દેશમાં છે..?
કયા શહેરમાં છે..?
મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને
દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર
બોલીએ,

ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ…

😊😇🙂😌સોર્સ.વાઇરલ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *