ડીફેન્સીવ રમી 40-42… પુરા કર્યા..

કલા સાહિત્ય ગુજરાત લાઇફ સ્ટાઇલ સમાચાર

*હવે ખભા ઉંચકવા છે,*

ચોક્કા છક્કા મારવા છે,

હવે જ ખરી મજા છે.

તનથી થાક્યો છુ જરા,

*મનથી હાર્યો જરાય નથી,*

હવે બમણા ઉમંગથી રમવુ છે,

હવે જ ખરી મજા છે.

ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

*કેટલુ બધુ સહન કર્યુ !*

હવે આ બધુ ગણકારવુ નથી,

હવે જ ખરી મજા છે.

આઉટ થવુ મંજુર છે,

*રીટાર્યડ હર્ટ થવુ નથી,*

ખુમારીથી રમ્યો છુ, ખુમારીથી રમવુ છે,

હવે જ ખરી મજા છે.

સેન્ચુરી ભલે ના થાય,

70, 80 માં આઉટ ભલે થવાય,*

બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

હવે જ ખરી મજા છે.

ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

*બાકીનુ હવે ટીમ પર છોડી,*

મારે મારી રીતે રમવુ છે,

હવે જ ખરી મજા છે.

સામે ઉભેલો પાર્ટનર,

*છેલ્લે સુધી સાથ આપે…..*

તો એક યાદગાર ઈનીંગ રમવી છે,

હવે જ ખરી મજા છે.એન્જોય લાઈફ.., my 40+ friends*સોર્સ.વાઇરલ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *