શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી અને શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા સંયુક્ત તત્વાજ્ઞાન થી રવિવારે દિવાળી સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી અને શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા સંયુક્ત તત્વાજ્ઞાન થી
તા. 26/11/2023.
રવિવારે
દિવાળી સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ હતું
શ્રી ગુજરાતી સેવા મંડળ નું પ્રાંગણમાં. સમય હતો સાંજે સાડા પાંચ વાગ્યાથી.
આ વખત નું સૌથી મોટું આકર્ષણ હતું…
શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા ૫૬ ભોગ અન્નકૂટ દર્શન નું.
શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા ખાસ અન્નકૂટ નીસામગ્રીઓ તૈયાર કરવામાં આવી હતી. એને
સરસ રીતે શણગારવામાં આવી હતી. કમિટિ નાં ભાઈઓ બધું ડેકોરેશન કરવામાં મદદ કરાવી હતી.
આ વર્ષે –
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ Accepted સિકંદરાબાદ સોસાયટી નાં પચાસ વર્ષ પુરા
થાય છે એટલે અન્નકૂટ ભલે જરાક નાના પાયે
પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો હતો. અન્નકૂટ માટે કમિટિ બહેનોએ ખૂબ જ પૂર્વ તૈયારીઓ કરી હતી. ખુબ જ વ્યવસ્થિત રીતે બધી સામગ્રીઓ
સજાવી હતી.
રૂપેરી રંગો ની છાબડીઓમાં સામગ્રીઓને ઝીણી જારી ની થેલી ઓ માં સજાવટ કરી હતી. આથી બધાં ને અન્નકૂટ સામગ્રીઓને નાં
દર્શન થાય, પણ
સામગ્રીઓ ઢંકાયેલી રહે!!!
શ્રીનાથજી ની છબિ (ફોટો) રાખવામાં આવ્યો હતો. આથી મંદિર જેવું વાતાવરણ લાગતું હતું. શ્રી ગણેશ જી ની ભવ્ય મૂર્તિ ની પૂજા અને કૃષ્ણ ભગવાનની આરતી અને અન્નકૂટ થાળ ગાઈને કાર્ય ક્રમ ની શરુવાત થઈ.

બ્રહ્મ સમાજનાં મહારથીઓ
વૈકુંઠ ભાઈ જાની, વિપિન ભાઈ દવે, બાલકિશન ભાઈ
ત્રિવેદી, રમેશ ભાઈ પંડયા, પ્રમુખ શ્રી તરુણ ભાઈ મહેતા, ગાયત્રી મહિલા મંડળ નાં પ્રમુખ
શ્રીમતી કલ્પના બેન દવે અને મંત્રી સાધના બેન
બંગારુ આ સૌ દ્વારા મંચ સજ્જ થઈ ગયો હતો.
પહેલાં ફાલ્ગુની ભટ્ટે મંચ સંચાલન કર્યું હતું. અંદાજે પચાસેક બાળકો ને સારા
અંકોથી ઉત્તીર્ણ
થવા માટે સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.
સૌએ બાળકો ને
ઉત્સાહ ભેર તાળીઓ થઈ વધાવ્યાં હતાં.
આનાં પછી મંચ સંચાલન ની બાગડૌર કલ્પના બેન દવે એ સંભાળી હતી.
હવે સન્માનિત થવાનો વારો હતો મોટેરાઓ નો. સમૂહ જનોઈ નાં અનુસંધાન જેઓ એ મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું તેઓ ને સમાજ તરફથી માનધન રુપે શાલ ઓઢાળવામાં આવી હતી.
આમાં પણ લગભગ પચાસેક લોકો હતાં.
આ ઉપરાંત સૌએ તનમનધન થી આપણાં સમાજ નાં હિતેશ્રીઓ નો તેમજ કમિટિ સભ્યો નો જાહેર માં આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત સભામાં જાહેર કરવામાં આવ્યું કે આગામી બે વર્ષો માટે પણ પ્રમુખ શ્રી તરુણ ભાઈ મહેતા ને જ પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. સૌએ આ વાત ને હર્ષોલ્લાસ થી અને તાળિઓનાં
ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યાં હતાં.
લવ ફોર કાઉ ફાઉન્ડેશન નાં ચેરમેન જશમતભાઈ પટેલ અને સમસ્ત તેલંગણા
નાં ગુજરાતી સમાજ નાં અગ્રણી મિલન
વખારિયા પણ આવ્યાં હતાં.
તેલંગણામાં વસતા સમસ્ત ગુજરાતીઓ ની
એકતા સાધવા માટે વિભિન્ન કાર્યક્રમો થવાનાં છે. એની વિગતો
જણાવવામાં આવશે.

બાલકિશન ભાઈ
ત્રિવેદી અને વિપિન ભાઈ દવે એ તરુણ ભાઈ ની આગામી બે વર્ષો માટે પ્રમુખ તરીકે નામ જાહેર કર્યુ હતું
જસમતભાઈ પટેલ અને મિલન વખારિયા એ જણાવ્યું હતું કે તેલંગણા ગુજરાતી સમાજ દ્રારા સતત ચાર મહિનાઓ સુધી વિવિધ ગુજરાતી
ઈવેન્ટસ થવાની છે એનું આમંત્રણ આપવા માટે આવ્યાં હતાં. તેઓ એ બ્રહ્મ સમાજ નાં વખાણ કર્યા હતાં. તેમજ બ્રહ્મ સમાજ ની યુવા ક્રિકેટ ટીમ નાં વખાણ કર્યા હતાં.
ગુજરાત થી પૂર્વ સાંસદ શ્રી
સાગર ભાઈ રાઈકા સાહેબ પણ પધાર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમ નું જીવંત પ્રસારણ યુ
ટ્યુબ પર કરવામાં આવ્યું હતું.
રસોડાની તમામ વ્યવસ્થા
ઉપ પ્રમુખ શ્રી જીતેશભાઈ જાની એ સંભાળી હતી.
મંચ પર ની તમામ વ્યવસ્થા
સેક્રેટરી અજયભાઈ ઓઝા એ કરેલી.
તેઓ ની મદદમાં શ્રી હરિશભાઈ દવે પણ હતાં.

બ્રહ્મ સમાજ નાં અગ્રણી હર્ષદ ભાઈ ત્રિવેદી એ
સમ્માનિત બાળકો ને સ્કૂલ બેગ આપી હતી.
રસિકભાઈ દવે પણ સમ્માનિત બાળકો ને પેન
ભેટ આપી હતી.
શ્રી ગુજરાતી
બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નો સ્નેહ મિલન અને
અન્નકૂટ દર્શન નો
કાર્યક્રમ નિર્ધારિત સમયે શરૂ કરવા માં આવ્યો હતો.
શ્રી તરુણ ભાઈ મહેતા એ જાહેર કર્યું હતું કે આરતી માં આવેલી તમામ રકમ માં હજુ થોડાક વધારે રૂપિયા ઉમેરી ને
ગૌશાળા માં પધરાવવા.
સૌએ સાથે મળી ને સાત્ત્વિક
પ્રિતી ભોજન કર્યુ હતું.
કાર્યક્રમ ની પૂર્ણાહુતિ વખતે
પ્રમુખ શ્રી એ સૌનો જાહેર માં
આભાર માન્યો હતો.
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં તેમજ ગાયત્રી મહિલા મંડળ નાં કમિટિ સભ્યો :-
તરુણ ભાઈ મહેતા, જીતેશભાઈ જાની,
અજય ભાઈ ઓઝા,
હરિશ ભાઈ દવે,
હેમલ ભાઈ જોષી,
શૈલેષ ભાઈ ત્રિવેદી,
અજય ભાઈ રાજગુરુ,
અંકિત ભાઈ જોષી,
જીતુભાઈ દવે,
મયૂર ભાઈ પુરોહિત,
ભાવના બેન પુરોહિત,

કલ્પના બેન દવે,
વર્ષા બેન ભટ્ટ,
સાધના બેન બંગારુ,
ફાલ્ગુનીબેન ભટ્ટ,
ક્રિષ્ના બેન જોષી,
રીટાબેન જાની,
ભવાનીબેન જાની,
દક્ષાબેન જોષી,
ફાલ્ગુનીબેન જોષી,
અમિબેન જોષી,
નલિનીબેન પંડયા.

અમે સૌશ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી અને શ્રી ગાયત્રી મહિલા મંડળ અન્ય ગુજરાતી
સમાજો ને પણ હાર્દિક હાર્દિક
અભિનંદન પાઠવીએ છીએ.

ભાવના પુરોહિત હૈદરાબાદ
૩૦/૧૧/૨૦૨૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *