પાટણ ની સરકારી શ્રી કે. કી.કન્યા વિદ્યાલય ખાતે NDRF ટીમ દ્રારા સ્કૂલ સેફટી કાર્યક્રમ યોજાયો… 

 

સ્કૂલ ની વિધાર્થીની ઓને આપત કાલીન સમયે રાહત બચાવની કામગીરી બાબતે માગૅદશૅન અપાયું.

 

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ સરકારી શ્રી કે. કી.કન્યા વિધાલય ખાતે NDRF ( National Disaster Response Force ) 6 Battalion Vadodara- ની ટીમ દ્વારા સ્કૂલ સેફટી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ની શરૂઆત મા શ્રીમતી કે કી સરકારી કન્યા વિદ્યાલયનાં આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિ

એ NDRF ટીમને આવકારી અભિવાદન કર્યુ હતું. ત્યારબાદ NDRF ના કમાન્ડર વિક્રાંતસિંહ

ચૌધરી અને તેમની ટીમ દ્વારા કુદરત સર્જિત ભૂકંપ

, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ માનવ સર્જિત આપદાની પરિસ્થિતિમાં વિદ્યાર્થિનીઓ પોતેપોતાનો સ્વ-બચાવ કેવી રીતે કરી શકે તેવા વિવિધ રક્ષણા

ત્મક પગલાં પ્રયોગાત્મક રૂપે રજૂ કરી સમજાવ્યાં હતા.

આ ઉપરાંત આગ,ભૂકંપ, વાવાઝોડા અને પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં ઈજાગ્રસ્ત થયેલ ઘાયલો

ના લોહી નિકળતા કેમ અટકાવવા, તેમને કેવી રીતે સારવાર કરી તેઓને હોસ્પિટલ સ્થળે ખસેડવા

,આગની વિકટ પરિસ્થિતિ

માંથી સુરક્ષિત સ્થળે લોકો

ને પહોંચાડવા અને હિમસ્ખલન કે પૂર જેવી પરિસ્થિતિમાં શકય તેવા સેફ જેકેટ, બોટલ ટ્યુબ કે કમર પર નાળિયેર બાંધવા

ના ઘરેલું સાધન દ્વારા સ્વ-

બચાવ કરી શકવાની વિવિધ પદ્ધતિઓનું નિદશૅન દ્ધારા સમજાવ

વામાં આવ્યું હતું.

આ સ્કૂલ સેફટી કાર્યક્રમ અંતર્ગત NDRF ટીમ દ્વારા શહેરની અન્ય શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમ યોજી શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ અને શાળા સ્ટાફને માહિતી પૂરી પાડવામાં આવી હોવાનું ટીમે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *