Gcci Business Women Wing માં સિલેક્શન કમિટી ની રચના થઈ.

ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ

Gcci Business Women Wing માં સિલેક્શન ની કમિટી ની રચના થઈ.
આ વખતના gcci બીઝનેસ વિમેન વિંગ , એટલેકે, ૨૦૧૮/૧૯ ના ચેરપરસન તરીકે શ્રીમતી નેહા ભટ્ટ ની વરણી થઈછે. તેઓ એક જાણીતા ફેશન ફોટોગ્રાફર છે .
આ વખતે Sr Co Chair સંતોષ બેન શાહ , Co Chair રેખાબેન અધ્વર્યું , સેક્રેટરી શિલ્પાબેન ભટ્ટ ની વરણી થઈ છે.
અને કમિટી ના 11 સભ્યો કે જેઓ જુદા જુદા ક્ષેત્રો ની ઉદ્યોગ સાહસિક બહેનો ની વરણી થઈ છે.
જેમાં ઘણા નામાંકિત અને સન્માનીય ચેહરાઓ છે. બીનાબેન હાંડા , હંસા મોર , હર્ષા ગાંધી , હીના શાહ , ખુષ્ણમ આવરી , અલ્પા શુક્લા , મૌલી ઉપાધ્યાય કુસુમ કૌલ વ્યાસ નો સમાવેશ થાય છે.
કમિટી નો દ્રદ નિશ્ચય છે કે બીજી મહિલા ઉધોગ સહસિકો માટે અને મેમ્બર બહેનો માટે કંઇ પણ રીતે મદદ કરી આગળ લાવવાનો પ્રયત્ન કરવો છે. અને એમના ચેરપરસન ના વિઝન અને મીશન ને બધી રીતે સપોર્ટ કરવો છે.
ચેરપરસન નેહા ભટ્ટ કહે છે કે ,
ઈશ્વર ની આપેલી આ અમૂલ્ય ગિફ્ટ ને મારા વિઝન ઘ્વારા , મારી ટીમ સાથે મળીને Gccibww ને ચોક્કસ એક નવો આયામ આપવા ની કોશિશ કરીશ.સમાજલક્ષી અને ચેમ્બર ની બેહનો ના લાભાર્થે વધુ ને વધુ કાર્યો વર્ષ દરમ્યાન થતા રહે એવીજ ઈશ્વર ને અભ્યર્થના। .
મારે ચેમ્બરની બેહનો ને નેટવર્કિંગના માધ્યમ થકી એક બીજા માટે અને એક બીજા સાથે મળી ને કામ કરી શકું એવી ઈચ્છા છે. ડિઝીટીલાઈઝેશન પર પણ ભાર મૂકવાની ઈચ્છા છે.
બીજી ઉદ્યોગ સાહસિક બહેનો ને બીઝનેસ વિમેન વિંગ ના મેમ્બર બનવા આમંત્રણ છે.
આઓ સાથે મળી ને ભારતનો વિકાસ કરીએ!
આ વખતે એવું ચોક્કસ દ્રઢપણે માની શકાય છે કે gcci બિઝનેસ વુમન વિંગ ને એક નવોજ આયામ અને ઉચ્ચ સ્તર પર જોઈ શકીશું.

સ્ટોરી. કેડીભટ્ટ

Spread the love

1 thought on “Gcci Business Women Wing માં સિલેક્શન કમિટી ની રચના થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *