દરેક માતા પિતા ને સમર્પિત લેખ – ઓમકાર વ્યાસ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

તમે ચાલ્યા જશો પરંતુ બાળકો અહીંયા જ રહેશે. તમારી સાથે રહેતા હોય અને તમારા પર આધારિત હોય તો પણ તમે એમનું જીવન તમારી રીતે ગોઠવી શકો નહિ.
તમે બાળકોને પ્રેમ આપી શકો પરંતુ તમારા વિચારો નહી કારણકે તેમને તેમના પોતાના વિચારો હોય છે. તમે તેમના શરીર ઘડી શકો પરંતુ તેમના આત્માને નહિ. તેમનો આત્મા તેમના ભવિષ્ય ના સપનાઓમાં ડૂબેલો હોય છે કે જે તમે તમારા સ્વપ્નામાં પણ જોઈ નહીં શકો.
તમારે તેમના જીવન વિશે એટલી બધી કાળજી રાખવાની જરૂર નથી, ભગવાન તેમની કાળજી રાખશે. તેમના માટે આપણાથી બની શકે તેટલુ આપણે કરીએ છીએ પરંતુ તેમના જીવનમાં ઈચ્છા મુજબ બનતી ઘટનાઓ અને પ્રસંગો ઉપર આપણે આપણો કબજો જમાવવો જોઈએ નહિ. આ આપણો અહમ છે.
તમે બાળકને જન્મ આપ્યો છે પરંતુ એકવાર એ ગર્ભમાંથી બાર આવે પછી તે તમારા થી મુક્ત છે. જ્યારે તે તમારા ગર્ભમાં હોય છે ત્યારે જન્મ સુધી તમારા ઉપર આધારિત હોય છે.
જ્યારે તે પોતાનો જન્મ ધારણ કરે છે પછી તમે તેને તું શું કરી રહ્યો છું ?તે પૂછી શકો નહિ, શું તું મારાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છું? તું સ્વતંત્ર થવાનો પ્રયાસ કરે છે?
હા, હવે તે પોતાની રીતે શ્વાસ લેવા માટે સ્વતંત્ર છે.
6જ્યારે બાળક પોતાની રીતે શ્વાસોશ્વાસ કરે છે ત્યારે તમે ખૂબ ખુશ થાવ છો. સૌપ્રથમ તમારા દૂધ અને આખરેઉપર તે આધારિત હોય છે પરંતુ એક
દિવસ તે પોતાની રીતે ખોરાક લેવાનું શરૂ કરશે. શરૂઆતમાં તે તમારા પાલવથી પોતાના મોં સાફ કરશે અને એક દિવસે જ્યારે તે પોતાની રીતે સાફ કરતા શીખી જશે ક્યારે તે પાલવ છોડી દે છે.
તમેખૂબ ખુશ થશો લાગશે કે હવે બાળક મોટું થઈ રહ્યું છે સમજદાર થઈ રહ્યું છે. અને આખરે એક દિવસ સ્ત્રીના પ્રેમમાં પડશે.
હવે તેણે સ્ત્રી શોધી લીધી તેથી તે પોતાના રસ્તે આગળ વધશે.
હવે તમે તેમને આશીર્વાદ આપો. તેમના જીવનમાં પડતી મુશ્કેલીઓ માથી તેમણે જાતે જ રસ્તો શોધવો પડશે અને પોતાના જીવનનો મર્મ સમજવો પડશે જ.

આવી લઘુવાર્તા 9909931560 પર મોકલી આપવી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *