મને નવી મા મળી હતી… અભય જોષી.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ

ઓહ…….આજે થોડુક મોડુ થઈ ગયુ છે…….આજે તો 10.40 વાળી 31/5 બસ પકડાશે જ નહી એ વીચારે ને વીચારે હુ દોડતો દોડતો બસ-સ્ટેશને પહોચ્યો,અને બસ પણ મારી સાથે જ પહોચી પછી એ આખી ભરેલી બસમા હુ અને મારી સાથે બીજા થોડાક મુસાફરો ચડયા.બસ ફુલ ભરેલી હતી એટલે છેટ છેલ્લા પગથીયે એટલે કે બારની બાજુમાં ઊભવુ પડયુ.અને મારી બાજુમા અંદાજે પચાસેક વરસની એક મહીલા પણ ઊભી હતી.તેને મોઢે કોઢ હતા અને કપડા પણ થોડાક મેલા જેવા પહેરયા હતા એટલે એમની બહુ સારી ના કહી શકાય એવી પ્રથમ છાપ મારા મગજ પર પડી .બસ પછી ધીમે ધીમે મારા કોલેજ તરફના સફરની શરુઆત થઇ પણ એ મહીલા રાડુ પાડી બધાને આગળ વધવાનુ કહેતી હતી અને એમ પણ કહેતી હતી કે ,”આ છોકરો દરવાજે ઊભો છે આગળ વધો બધા.”ત્યારે એ નારી પ્રત્યે હદયમાં થોડીક સંવેદના જાગી પણ ત્યા તો મગજે એમ કહી હદયને હરાવી દીધુ કે,”આવી સંભાળ રાખવા વાળા તો ઘણા આવે અને એક આગળ વધવાનુ કીધુ એમા તુ શુ એટલો innocent બને છે.”અને ફરી હુ મારા વીચારોની દુનીયામા ખોવાઇ ગયો.ત્યા એ નારી એ મારા પગનો આગળનો ભાગ થોડોક બહાર છે એ જોઈ મને કહયુ,”દીકરા,આ પગ અંદર લઇ લે તારો નહીતર આ ડ્રાઇવર બ્રેક મારશે ને ખોટો પડી જઈશ.”ખરેખર ત્યારે એ નારીમા મને માં દેખાણી હતી.એનો એ દીકરા શબ્દ સાંભળી મારા ગળામા ડૂમો ભરાણો હતો.બસ પછી તો કંઇ હુ બોલુ તે પહેલા તેમને જયા ઊતરવાનુ હતુ એ સ્ટેશને આવી ગયુ અને ઉતરતી વેળા એ તેઓ એ આપેલી એ smile કદાચ મને મળેલી અત્યાર સુધીની બધી smile પૈકીની સૌથી best smile હતી.બસ થોડી કશણોમા તેમની સાથે સાવ પોતાના હોય તેવુ જોડાણ થઇ ગયુ હતુ.તેમની સાથે કોઇ પણ પોઝ વગરની સાદી selfie લઇ whatsapp ના DP મા અને INSTA. અને FB મા feeling blessed અને caption “world’s bestest take carer” આપી એક પોસ્ટ મન તલપાપડ બની રહયુ હતુ પણ હવે એ બધુ હકીકતમા શકય જ ન હતુ.હવે એ ફકત સપનુ જ હતુ.હા,પણ સપનાઓને કાજે ભલે એ ભગવાને મને મારી મમ્મીથી 450 કીમી દૂર કરયો હોય પણ એ એની હાજરીનો પુરાવો આપવા અને મારી સંભાળ રાખવા એ કોઇ ને કોઇ રૂપે મને નવી માં થી મળવતો રહયો છે.એ વાત તેણે(ભગવાને) વધુ એક વખત સાબીત બતાવી હતી આજ.
અભય જોષી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love
  • 160
    Shares

3 thoughts on “મને નવી મા મળી હતી… અભય જોષી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *