🔔 *કેટલી મજા આવે છે, નહીં !?*-નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આપણે આપણાં સોશીયલ મીડીયાના માધ્યમે આપણી ઝીણી ઝીણી વાતો, ખુશી, ઉપલબ્ધિઓ, યાદગાર તથા સ્મરણીય પ્રસંગો (અને દુ:ખદ ને પીડાદાયી, અણગમતી ઘટનાઓ પણ) આપણે અહીં ફોટા અને પોસ્ટ રૂપે મૂકતા રહીએ છીએ.

WhatsApp દ્વારા ય મિત્રો, સહેલીઓ તેમજ સ્વજનોને પ્રત્યક્ષ/પરોક્ષ રૂપે સામેલ કરી તેમની લાગણી, ભાવનાઓ, ભાવ / પ્રતિભાવ કે સૂચન, માર્ગદર્શનના સહારે વધુ સુદ્રઢ ને સમૃદ્ધ બનાવતા રહેતા હોઈએ છીએ.

અમુક લોકો “સુખ દેખાડી ન શકાય તો એની મજા નથી રહેતી” એવું માનતા અને જાણતા હોય છે. જો કે, સાચુ સુખ વર્ણવી ન શકાય બલ્કે અનુભવી શકાતુ હોય છે તેવું મારું માનવું છે.

અલબત્ત, વિવિધ વિચારધારાને સંપૂર્ણ સન્માન આપીએ અને વિક્રમ સંવત ૨૦૭૫માં વધુ સંપન્ન રાષ્ટ્રીયકરણ વડે એકાત્મતા ને સકારાત્મકતા કેળવવા સૈા સફળ રહે તેવી, અંત:કરણપૂર્વકની પ્રાર્થના !

શુન્યમાંથી શબ્દનું સર્જન કરો,
લાગણીનું એ રીતે તર્પણ કરો,
સહજીવન છે એક કપરી સાધના,
સિદ્ધ થવા અહમ વિસર્જન કરો. – નીલેશ ધોળકીયા .

Spread the love

2 thoughts on “🔔 *કેટલી મજા આવે છે, નહીં !?*-નિલેશ ધોળકિયા

  1. મારી અહીંયા પ્રથમ મુલાકાત છે……ગમ્યું….
    ડી જે ધંધુકિયા.

  2. શુ લખવું અને શું ન લખવું એની ગતાગમ ઘણા મિત્રોને હજુ નથી પડતી,જેવી હોય તેવી વિગત પોસ્ટઃ કરી આંનદ ઉઠાવવો એ જાણે એમનો મુદ્રાલેખ, સુખ આપણી અંદરની અનુભૂતિ છે,સારી વાત વહેંચવી જોઈએ તેની નંથી પણ ઘણાને પ્રમાણભાન કે વિવેક રહેતો નથી પરિણામે અંગત વાતો જાહેર થાય અને ઝઘડા પણ થાય,આથી વહેંચાય તેટલું જ લખાય તે ઘણું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *