માંગલિક પ્રતીક ‘સ્વસ્તિક’ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

ભારતીય સંસ્કૃતિમાં વિવિધ માંગલિક પ્રતીકોનું મહત્ત્વ પ્રાચીનકાલથી સ્વીકારાયું છે. વિભિન્ન વિચારો, પરંપરાઓ, માન્યતાઓ અને વિશ્વાસના આ પ્રતીકોને સાકાર અને બોધગમ્ય બનાવ્યા છે. ભાવોની અભિવ્યક્તિની સાથે સાથે આ પ્રતીકો શોભા અને માંગલિક ભાવનાઓની સૃષ્ટિ અને સંવૃધ્ધિ પણ કરે છે. આ માંગલિક પ્રતીકોમાં ‘સ્વસ્તિક’ લોકપ્રિય છે. જેમાં સુખ સંપન્નતા સૌંદર્ય અને સૌભાગ્યની આકાંક્ષાઓ જળવાયેલી છે. જેને સજાવવામાં અને પૂરવામાં માંગલિકતા અને પૂર્ણતાનો ભાવ પ્રકટ થાય છે. સ્વસ્તિક ભારતીય જીવનનું એક વિલક્ષણ અંગ છે.

એ સૂર્ય અને તેની ગતિનું, ચાર દિશાઓ અને પરિક્રમાનું પ્રતીક તો છે જ, સાથે સાથે માંગલિકતાનું પ્રતીક પણ છે. સ્વસ્તિક દેશ, જાતિ, ધર્મ અને સંપ્રદાયોની સીમાઓથી પર રહ્યું છે. આથી બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી જ નહીં, પણ દુનિયાના માનવ સમુદાયે સ્વસ્તિકની માંગલિક રચનાની, એની પૂજા – પ્રતિષ્ઠા કરી છે. જીવનમાં આપણે જે જે વસ્તુઓનો ઉપયોગ – ઉપભોગ કરીએ છીએ તેની સજાવટમાં અન્ય પ્રતીકોમાં સ્વસ્તિકનું સ્થાન સર્વોપરિ રહ્યું છે. સ્વસ્તિકનું ગૂઢ રહસ્ય, બ્રહ્માંડ-પૃથ્વી-ઉર્જા શક્તિનું પ્રતીક છે. સ્વસ્તિકની ચાર રેખાઓ ઈન્દ્ર, બ્રહ્મા, સૂર્ય અને વિષ્ણુ સાથે જોડાયેલી છે. તેની અંદરના ચાર બિંદુ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડના પ્રતીક છે.

આમ સ્વસ્તિક ચારે દિશાઓથી રક્ષણ આપી, મંગળ કરે છે. સાથિયો મંગળ – આર્યત્વ સૂચક છે. આ પ્રતીકથી પોઝીટીવ વાઇબ્રેશન થાય છે. આપણાં હાથમાં સ્વસ્તિક છે. હથેળીમાં બ્રહ્માંડ છે. મધ્યમા આંગળીમાં ધૃવનો તારો, અંગૂઠામાં ચિત્રા, અનામિકામાં રેવતી, કનિષ્ઠામાં શ્રવણ અને તર્જનીમાં પુષ્ય નક્ષત્ર હોય છે. આમ સ્વસ્તિક એ વિશ્વ સંસ્કૃતિનું અજોડ પ્રતીક છે. માંગલિક પ્રતીક ‘સ્વસ્તિક’ : પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *