નમો ઇ-ટેબ્લેટનું યુવા છાત્રોને વિતરણ.

ગુજરાત ટેક્નોલોજી ભારત વિશેષ સમાચાર

< ડિઝીટલ ક્રાંતિના આ યુગમાં યુવાશકિતના હાથમાં ટેબ્લેટ આપી જ્ઞાન સંપદાનો રાષ્ટ્રહિતમાં વિનિયોગ કરવો છે.
< રૂ. ર૦૦ કરોડ ફાળવી આગામી ૪ વર્ષ સુધી નમો ઇ-ટેબ્લેટ યોજના ચાલુ રાખીશું.
< ગુજરાતમાં PDPU, GFSU, મરિન યુનિવર્સિટી સહિત સમયાનુકુલ આધુનિક જ્ઞાન આપતી ૬૦
યુનિવર્સિટીઓ કાર્યરત કરી છે.
< યુનિવર્સિટી ભવનો-કોલેજ કેમ્પસ-લાયબ્રેરીઓ વાઇ-ફાઇ બનાવી ગુજરાતના યુવાનને આંગળીના ટેરવે
વિશ્વકક્ષાનું જ્ઞાન આપ્યુ.

વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કોલેજના પ્રથમ વર્ષમાં અને ડિપ્લોમા ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આધુનિક વૈશ્વિક જ્ઞાન આંગળીના ટેરવે ઉપલબ્ધ
કરાવવા રૂ. ર૦૦ કરોડના પ્રાવધાન સાથે શરૂ કરેલી નમો ઇ-ટેબ્લેટ યોજના અન્વયે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને GTUની કોલેજોના છાત્રોને ટેબ્લેટ વિતરણ કર્યા હતા.

તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં શસ્ત્રો અને શાસ્ત્રોના જ્ઞાન આયુધથી યુવાનોને શિક્ષા-દીક્ષાથી અપાતા હતા. હવેનો યુગ ડિઝીટલ ક્રાંતિનો યુગ છે એટલે યુવાશકિતના હાથમાં ટેબ્લેટ આપીને તેની જ્ઞાન સંપદાનો રાષ્ટ્રહિતમાં વિનિયોગ કરવો છે. તેમણે કહ્યું કે, આ ટેબ્લેટ માટે જે ૧૦૦૦ રૂપિયા ટોકન તરીકે વિદ્યાર્થીઓ આપે છે તેની ૩૦ કરોડની રકમમાંથી કોલેજ કેમ્પસ, યુનિવર્સિટીઓ તેમજ લાયબ્રેરીઓ વાઈ-ફાઈ બનાવીને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે યુવા છાત્રોને આંગળીના ટેરવે વિશ્વની જ્ઞાન સમૃદ્ધિ આપવી છે.

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, નિયામક શ્રીમતી અવંતિકા સિંઘ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવિનચંદ્ર શેઠ તથા પદાધિકારીઓ-અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *