ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ નિહાળ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ વિશેષ સમાચાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી,વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું.
યોગી આદિત્યનાથજીએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યુ કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે.


સરદાર સાહેબની કલ્‍પનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસના ઘ્‍વાર ખોલી આપ્‍યા છે. એવી આ ભુમિના સ્‍થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે નર્મદા નિગમના સીએમડી શ્રી એસ.એસ.રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક શ્રી સંદીપકુમાર, જિલ્લા કલેકટર શ્રી આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા.જીમ્‍સી વિલિયમ્‍સ, નાયબ વન સંરક્ષક ર્ડા.કે.શશીકુમાર અને શ્રી પ્રતિક પંડયા, નિગમના ચીફ એન્‍જિનિયર શ્રી પી.સી.વ્‍યાસ સહિત અધિકારીઓ જોડાયા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love
  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *