Watch “JOY OF GIVING. from ahmedabad” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આ ન્યૂઝ જોવા youtube tej gujarati સબ્સ્ક્રાઇબ કરો.

🔔 *આપવાનો અદકેરો આનંદ !*

“Joy of Giving !” શબ્દો દિલની ઊર્મિ, લાગણી અને કૃતઘ્નતા વ્યકત કરવા પુરતા છે.

આપણે ત્યાં ઉજવાતા લગ્ન પ્રસંગ, શ્રીમંત, સંતાન અવતરણ, જન્મદિન, ઉદ્દઘાટન, લગ્ન વર્ષગાંઠ, ઉપલબ્ધિ કે બેસણું, બારમું અથવા સ્મરણાંજલિ જેવા અવસરોએ ખુદના પરિવારના, સ્નેહી + સ્વજનો સાથે ઉમંગ, આનંદ, ખુશી કે ભાવનાઓની અભિવ્યક્તિ સાથે સામાજિક કર્તવ્ય પ્રતિ પણ થોડો ઘણો ફાળો/ યોગદાન આપીએ તો લેખે લાગ્યું કહેવાય.

ઉજાણી પર્વે થતા ખર્ચામાં થોડી ગણતરી મુક બધિર શાળા, અંધ ઉત્થાન સંસ્થા, અનાથાલય / બાલાશ્રમ, ઘરડાઘર, શેલ્ટર હોમ, ત્યકતા કે વિધવા તેમજ અભ્યાસ તથા પુનર્વસન માટે Cash or Kind, કંઈ પણ યથા શકિત અનુદાન રૂપી મદદની જોગવાઈ કરી શકીએ તો આત્મ સંતોષનો અમૂલ્ય ભાવ કેળવી ને મેળવી શકાય.

ઉપર્યુક્ત શુભ આશયના પ્રચાર+પ્રસાર અર્થે મનીશા શર્મા દિગ્દર્શિત, “પ્રજા” અને અમી દેસાઈના સહયોગથી DD ગિરનાર (દૂરદર્શન ગુજરાતી) ચેનલના માધ્યમે શુક્રવાર, તા.બીજી નવેમ્બર, ૨૦૧૮ સવારના ૯.૩૦ અને રીપિટ બપોરના અઢી વાગે : ડૉ. ભૂષણ પૂનાણી, શીતલ જાની, બ્રિન્દા વડવાળા, દિલીપસિંહ ઝાલા, નિલેશ ધોળકિયા અભિનીત એક નાનકડી ફિલ્મ રજૂ થનાર છે તે આપશ્રી જરૂર જોશો અને તે સંદર્ભે આપના પ્રતિભાવ અમોને જરૂરથી જણાવશો તેવો નમ્ર અનુરોધ સહ આગોતરા ધન્યવાદ !

– નીલેશ ધોળકીયા.

Spread the love
  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *