વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ.

સમાચાર

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીએ બુધવારે નર્મદા ડેમ નજીક સાધુ બેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નર્મદા મંત્ર, ગણેશ મંત્ર-સ્વસ્તિ વાંચન સાથે 30 નદીઓના જળથી જલાભિષેક પૂજન-અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રાર્પણ કર્યું હતું.

આ સાથે વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં મોદી સહિત અમિત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ રાજ્યપાલ ઓ.પી.કોહલી, આનંદીબેન પટેલે, વજુભાઇ વાળા તેમજ અન્ય રાજકીય હસ્તીઓ હાજર રહ્યા હતા .

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે. જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.-લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.

સરદાર સરોવર ડેમની સામે તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી.
સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ .
6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન નહીં.
220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી રક્ષણ.
બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે.
250 જેટલા એન્જીનિયરે અને 4800 કર્મચારીઓ રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે.
બોટ રાઇડિંગની સુવિધા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે કરવામાં આવી છે.
ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Spread the love
  • 7
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *