ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ  વસાવડા હોલ ખાતે યોજાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ વસાવડા હોલ ખાતે સ્પર્ધા યોજાઈ ગઈ.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી સિંગર જયદીપ પ્રજાપતિ,નિતેશ પ્રજાપતિ તેમજ યોગિક બોય યોગા એકેડેમી માંથી હિરેન દરજી તેમજ યોગાસન સ્પર્ધા ના ઇન્ચાર્જ તરીકે ચેન્નાઈ થી ઉપસ્થિત કે.રત્ના. સભાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ યોગાસન સ્પર્ધા માં ચેન્નાઇ,પુણે,મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માંથી અમદાવાદ,રાજકોટ,ભાવનગર,વડોદરા જેવા શહેરોમાંથી અંદાજિત 127 ખેલાડીઓ એ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો હતો.આ યોગાસન સ્પર્ધા માં અમદાવાદ ની યોગિક બોય યોગા સ્ટુડિયો મણિનગર ની ટીમ 21 ગોલ્ડ,13 સિલ્વર,9 બ્રોન્ઝ મેડલ મેળવીને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બની.જેના કોચ તરીકે હિરેન દરજી અને જીગ્નેશ મકવાણા ને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ની ટ્રોફી એનાયત કરવામાં આવી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Spread the love
  • 19
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *