Watch “TRAIN accident in Punjab, Amritsar” on YouTube

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

🔔 *બિના ફાટક કી રેલ્વે લાઈન !*

આપણાંમાંના અમુક સંસ્કૃત, શાલીન ને સમજદાર ( !?! ) લોકોમાં ટ્રાફીકના નિયમો વિશે સરસ મજાની પાક્કી સમજણ છે તે સંલગ્ન વીડિયોમાં દૃશ્યમાન થાય છે !

(કહેવાતા) ભદ્ર અને શિક્ષિત લોકો ય સ્વાર્થ સાધીને કે પોતાની તુમાખી અને જડતાના વરવા (અક્કલ હીનતા ભર્યા) પ્રદર્શન દ્વારા ઘમંડ અને સ્વચ્છંદતાને પોષે છે ને પાછા ખોટી રીતે રસ્તા ઓળંગવા અને નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં ગૌરવ અને જન્મસિધ્ધ અધિકાર ભોગવવાનો દુષ્ટ આનંદ અનુભવે છે.

થોડાક અશિસ્ત, તુંડમિજાજી અને તુમાખીથી ભરપૂર એવા અસામાજિક નાગરિકો ( નાગરિકો, હેં !? ) સમાજમાં લાંછનરૂપ અવ્યવહારુતા વડે સૌના શાંત તેમજ અનુશાસિત જીવનમાં અવરોધ ઉભા કરે છે તે સૌને સદ્દબુદ્ધી આપવા યજ્ઞ + પ્રાર્થના કરીએ.

શક્ય છે કે કોઈની, અંત:કરણપૂર્વકની પૂજા – અર્ચના, સાધના, ઉપાસના, આરાધનાથી અગમ્ય શક્તિ પ્રસરે અને દેશમાં સમરસતા તથા આદર્શ પધ્ધતિનો અમલ કરાવે અને સમય, સંજોગોને અનુસરીને જીવતા શીખવે !

– નીલેશ ધોળકીયા ✅ 🌹🙏

Spread the love
  • 8
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *