પંજાબ નાં અમૃતસર માં રાવણ દહન દરમ્યાન અકસ્માતમાં 100 થી વધુ ના મોતની આશંકા.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

પંજાબના અમૃતસર પાસે રાવણ દહન દરમિયાન થયેલી દુર્ઘટનામાં નાસભાગના કારણે રેલવે ટ્રેક પર બેઠેલા અને અડફેટે આવતા 100 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાવણ દહન ના આ કાર્યક્રમમાં મોટા સંખ્યામાં લોકો હાજર હતા. સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે.

પઠાણકોટ થી અમૃતસર જતી ટ્રેન નીચે લોકો આવી ગયા હતા. આ કરુણાંતિકા અમૃતસર ના સધીમાના વાલા વચ્ચે બની હતી દુર્ઘટના રાવણ દહનમાં ભાગદોડ થતાં સર્જાઈ હતી. ટ્રેન નીચે 100 થી વધુ લોકો ચગદાઈ ગયા હતા. થોડા ફાટક પાસે મનાવાતો હતો દશેરા મહોત્સવનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં રાવણ નાં પુતળાઓને આગ લગાડતા સમય કેટલાક લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા.જ્યાં.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. રેલવે અધિકારીઓ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે છે. પંજાબ સરકારે મૃતક પરિવારોને પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે.ઘાયલો નો તમામ ખર્ચો પંજાબ સરકાર ભોગવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ને દુઃખ વ્યક્ત કર્યું છે.

Spread the love
  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *