ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા રેલી

વીર વિરાંગણા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું, ભગવા સાફામાં સજ્જ મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ચાણક્ય : અખંડ ભારતીય સામ્રાજ્યના પ્રણેતા:- પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ચાણક્ય એ ભારતના રાજનૈતિક ગુરુ હતા. આદર્શ રાષ્ટ્ર, આદર્શ રાજ્ય ચિત્ર અને સુસંગઠિત અખંડ ભારતીય સામ્રાજ્યની પોતાની કલ્પનાને એ મહાપુરુષે ચોવીસ વર્ષમાં સાકર કરી બતાવી. પોતાના અંગત સ્વાર્થોને લઈને આપસમાં લડતા નાનાં નાનાં ગણરાજયોને એક છત્ર હેઠળ લાવી અખંડ ભારતીય સામ્રાજ્યની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત મૌર્યમાં આદર્શ રાજ્ય ચરિત્રનું નિર્માણ કરી બતાવ્યું. તત્કાલીન તેમજ ભાવિ પેઢીના […]

Continue Reading

“શાહ” સાધુ કે રાજા? : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આપણા દેશમાં વર્ષોથી અટક રાખવાનો અને તેથી કુટુંબને ઓળખવાનો રિવાજ છે. પ્રાચીનકાલમાં રઘુવંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ એ પ્રમાણે તે વંશમાં જન્મેલા સર્વે પોતાના વંશને નામે ઓળખાતા. વેદકાલમાં બ્રાહ્મણો ગોત્ર અને શાખાઓ તથા રાજપૂતો પોતાના કુળ મુજબ ઓળખાતા. સમય જતાં સ્થળ, ગામ, પૂર્વજો વગેરેને આધારે અટકો બનતી ગઈ. હમણાં કેટલાક મહાનુભાવો રાજકીય રીતે અમીત શાહ – ભાજપ […]

Continue Reading

કર્ણાવતી : વારસો.. : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભારે ભીલોને કાબુમાં કરવા નીકળ્યો. કર્ણદેવને આશાવલમાં જ્યાં ભૈરવ દેવીનાં શુકન થયેલાં ત્યાં કોછરબા દેવીનું મંદિર કરાવ્યું, જ્યાં ભિલ્લ પર […]

Continue Reading

ધોરાજીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયા નું સ્નેહમિલન

ધોરાજીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયા રામ મંદિર વિશે મા જરૂરી માર્ગદર્શન આપવા માટે સ્નેહમિલન માં આવ્યાં હતા. હિન્દુ સમાજને સંગઠિત કરવાના મુખ્ય ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કામ કરે છે જેને ધ્યાનમાં રાખી જ્ઞાતિ જાતિ ધર્મ અને સંપ્રદાયથી ઉપર ઉઠીને હિન્દુ સમાજનું સંગઠન મજબૂત થાય અને તેના દ્વારા કાશી વિશ્વનાથ મથુરા અને […]

Continue Reading

ગાંધીનગરમાં સચિવાલય માં ઘૂસ્યો દીપડો.

ગાંધીનગરમાં નવા સચિવાલય માં આદમખોર દીપડો કાલે રાત્રે ઘુસી ગયો હતો, જેને પકડવા વનવિભાગ ની ટિમો કામે લાગી ગઈ છે. બધા જ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ બધા બેઝમેન્ટ માં સર્ચ તપાસ કરવામાં આવી રહી છે.આ દીપડો ગેટ.નં.7 થી ઘૂસ્યો હતો.કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

Continue Reading

વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે બી કેટેગરીના ૧૦૪ આવાસોનું લોકાર્પણ.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી -કક્ષાના ૧૦૪ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી […]

Continue Reading

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ નિહાળ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી,વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી […]

Continue Reading

મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

એક દૂરંદેશી અને બધી રીતે ગુણવાન રાષ્ટ્રીય પુરુષ તરીકે સરદાર પટેલનું જીવન સદાય કીર્તિમાન રહેશે. તેઓ માનતા કે કોઈ પણ ભોગે દેશ અને સમાજના હિતોને નુકશાન ન થવું જોઈએ. તે માટેની કુશળ ચાણક્ય નીતિ તેમનામાં હતી. આઝાદીની લડતોનું સંચાલન કરવામાં, તેમજ આઝાદી બાદ અનેક દેશી રાજા રજવાડામાં વહેંચાયેલા ભારતને એક કરવામાં સરદાર પટેલને સફળતા મળી […]

Continue Reading

આઝાદ હિંદ સરકાર :નામદાર સુભાષચંદ્ર બોઝ: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રયાસોથી જાપાન સરકારે પોતાની શુભ ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે, બ્રિટન પાસેથી જીતી લીધેલા આન્દામાન અને નિકોબાર ટાપુઓ, આઝાદ હિંદ સરકારને આપી દીધા. આન્દામાન અને નિકોબાર, હિંદની જાગૃતિના ઈતિહાસમાં આ નામો, રાષ્ટ્રીય વીરોની કપરી યાતનાઓના ધામ તરીકે યાદગાર રહી જશે. આ ટાપુઓમાં કેટલાય હિંદી રાષ્ટ્રવીરોએ કારમી વેદનાઓ બરદાસ કરી છે. કેટલાય મૃત્યુને ભેટયા […]

Continue Reading