ચેતતા રહજો ! ચેતજો ! જો આપનું બાળક બોર્ડ્સમાં છે તો ;હવે પરીક્ષાઓ આત્મઘાતી બની રહી છે ! – સિમ્પલ ઠક્કર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ચેતતા રહજો ! ચેતજો ! જો આપનું બાળક બોર્ડ્સમાં છે તો ;હવે પરીક્ષાઓ આત્મઘાતી બની રહી છે ! – સિમ્પલ ઠક્કર.
આશરે ૩૧ લાખ વિદ્યાર્થીઓ બોર્ડ્સની પરીક્ષાઓ આપી રહ્યા છે.આટલા બધા માંથી ના જાણે કેટલા બાકાત થી જશે રીઝલ્ટ સુધીમાં ! આજે ફરી આખો ભીની થી ગઈ આજે ફરી એક આશા વાન વિદ્યાર્થીએ આત્મહત્યા કરી…વિચારો આપણે એજ્યુકેશન ના નામે શું આપી રહ્યા છે આપણી ભાવિ પેઢીને.સારા ભવિષ્યની લાહ્યમાં વર્તમાન છીનવી રહ્યા છીએ આપણે બાળકો પાસે થી.
ચેતી જજો ! જો બાળકો પર વધરે પ્રેશર કરશો તો કયાંય રોવાનો વારો ના આવે.બાળકોને મશીન બનવાથી બચવા માટે તમારે પણ સાવધ રહેવું પડશે.આજકાલ નંબરની રેસમાં કઈંક પાછળ છુટી રહ્યું છે ને એ છે બાળકોનું જીવન…આજકાલ બાળકોને ભણવા કરતા મરવું સહેલું લાગવા મળ્યું છે આવા ભણતર કરતા તો ઘડતર કરો એમનું કે પરીક્ષા એના કરતા વધુ મહત્વની નથી.
પહેલા ભણતર ઓછું ને ગણતર વધુ હતું ને બાળકો પણ ખુશ હતા ને પરિશ્રમી હતા ને હવે ખાલી ભણતર ના નામે રટ્ટામાર ને દેખાદેખી છે ને બાળકો આળસું,મેદસ્વી ને નિસ્તેજ થી રહ્યા છે કારણ બેઠાડું જીવન ને મગજમાં ભાર…મેદાનની રમતગમતને સ્થાને હવે લીધું છે PUBG એ ત્યારે શું થશે આગળ ? વિચારો જીવનના વૃન્દાવન ને આમ એક જ ક્ષણમાં જોડીને જવું એ કઈ ખાવાના ખેલ છે વિચારો કેટલું ભયંકર પ્રેશરમાં બાળકો આવું આકરું પગલું ભરતા હોય છે.માટે જો એમને આમ કરતા રોકવા માટે આટલું કરીએ
બાળકોને આત્મહત્યા કરતા રોકવા માટેના પગલાં
૧- પોતાના બાળકનો વિશ્વાસ જીતો.સમય માંગશે એટલે સંયમ થી વર્તો.
૨-એને સાંભળો ને સમજો.ટોકવાની ઉતાવળ “ના” કરશો
૩-એમને બહુ જલ્દી સલાહ આપવાની ઉતાવળ ‘ના’ કરશો.
૪-શાળાના ને ટયુશન શિક્ષકનો મળો,ને એનું રીઝલ્ટ જાણો પણ આવીને ‘ભડાસ’ “ના” કાઢો .
૫-કોઈની પણ સાથે એની તુંલાના “ના” કરો.દરેક વ્યક્તિ અલગ હોય છે.
૬-એની ‘વાતો’ ને અને એના ‘વિચારો’ ને પણ “માન” આપો.
૭-ભૂલો કરવા દો,એમની ઉમર છે ને એને એ ભૂલો માંથી સબક “જાતે”જ શીખવા દો.
૮ -બીજ તમારું છે તો વૃક્ષ પણ એવુજ બનશે યાદ રાખો જે વારસા માં આપ્યું છે એજ એમની પાસે છે.એટલે જે આપો એ વિચારી ને આપો પોસીટીવીટી કે નેગેટીવીટી.
વિશ્વાસમાં લઈને બાળકના મનમાં ઝાંખો,ટીનએજ ખુબ જ સેન્સેટીવ એજ હોય છે એમાં વધુ ધ્યાન મા બાપએ રાખવાનું હોય કે નવા છોડ ને કઈ દિશામાં ને કઈ રીતે વાળવું.

Please send your news on 9909931560

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *