રાવણ ને મારીશ તીર તો છાતીએ જ મારીશ, રામ નો વંશજ છું તો ય,મને નાભિ નહીં ફાવે.-મિત્તલ ખેતાણી.રાજકોટ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે.

સીધે કાઢવું છે ઘી તો બોલ,મને વાંકી નહીં ફાવે.

ભોળોભલો ને મૂર્ખ હું ,મને ચાલાકી નહીં ફાવે.

કોઈની લીટી ને ભૂંસી,મને તરક્કી નહીં ફાવે.

નિષ્ફળતા,વિઘ્નો ને હું સ્વીકારી લઈશ આખા,

સૌની પ્રાપ્તિ એકલાં લેવાની,મને પદ્ધતિ નહીં ફાવે.

દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર ,એ પ્રિયે;

સમૂળગા નો જીવ છું , મને ઝાંખી નહીં ફાવે.

આજે ઉધારને કાલે રોકડાં એવું ના કર તું પ્રભુ,

કર્મનો ચૂકતો કર હિસાબ,મને બાકી નહીં ફાવે.

તું કૃષ્ણ તો હું ય સુદામા છું તારો જ દોસ્ત,

લેવાં તું જ આવજે દોડી,મને પ્રોક્સી નહીં ફાવે.

રાવણ ને મારીશ તીર તો છાતીએ જ મારીશ,

રામ નો વંશજ છું તો ય,મને નાભિ નહીં ફાવે.

પાવું હોય તો તું જ પાજે મય કે ગંગાજળ,

યજમાન તું જ પ્રભુ મારો,મને સાકી નહીં ફાવે.-મિત્તલ ખેતાણી.રાજકોટ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Related Post

TejGujarati
  • 24
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    24
    Shares
  • 24
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *