માનું છું અત્યારે પણ મારું, નસીબ મને સાથ નહીં આપે, ફિકર છે મને તમારા નામની, હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું.”હેલીક”ભરત કાપડિયા.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

કંઈ રીતે કહું…

કઈ રીતે કહું કે હું તમને,

બહુ પસંદ કરવા લાગ્યો છું,

તમે રૂપનું અભિમાન ન રાખતા,

તમારી અદાઓને નમવા લાગ્યો છું,

કંઈ રીતે કહું…

માનું છું અત્યારે પણ મારું,

નસીબ મને સાથ નહીં આપે,

ફિકર છે મને તમારા નામની,

હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું,

કંઈ રીતે કહું…

હવે,ભૂખ પણ થઈ છે,

લાગે,મારાથી ઘણી દૂર,

બસ!તમારા દર્શન થકી,

બધું ભૂલવા લાગ્યો છું,

કંઈ રીતે કહું…

એક વાત એવી હતી કે,

હું શબ્દમાં નહીં વર્ણવી શકું,

તમે ખોટું ના લગાડતા,

હું ખુદથી વાત કરવા લાગ્યો છું,

કંઈ રીતે કહું…

હેલીક…

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *