લગ્ન થઈ ગયેલી દીકરીએ પોતાના પિતાને કહ્યું, “મને ઝેર આપો”, સાસુ વહુના ઝગડાવાળા પરિવારે ખાસ વાંચવા જેવું. – કેડીભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દિશા નામની એક યુવતીના લગ્ન થયા બાદ તે પોતાના પતિ અને સાસુ સાથે સાસરિયામાં રહેવા લાગી. થોડા જ દિવસોમાં દિશા અને તેની સાસુ ના ઝગડા શરૂ થઈ ગયાં. સાસુની કંઈપણ વાત દિશા તેના પતિને કરે, તો તેનો પતિ પણ દિશાની વાત સાંભળતો નહિ, અને વાતને મજાકમાં લઈ લેતો. જેના લીધે દિશા કંટાળી ગઈ હતી. સાસુ જૂની વિચારશૈલી વાળી હતી, અને દિશા નવા વિચારશૈલી વાળી છોકરી હતી.

દિશા અને તેની સાસુનો રોજ ઝગડો થવા લાગ્યો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યાં બાદ પણ બંને વચ્ચે ઝગડો ચાલુ રહ્યો. સાસુ ને સામે જવાબ આપવાનું દિશા જરાપણ ચૂકતી નહિ. રોજનાં ઝગડાના લીધે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી. દિશાને હવે તેની સાસુ ઝેર જેવી લાગવા લાગી હતી. દિશા માટે એ સ્થિતિ વધારે ખરાબ લાગતી, જ્યારે બીજાની સામે પોતાની સાસુને સન્માન આપવું પડતું. હવે તે કોઈપણ રીતે સાસુથી છુટકારો મેળવવા માંગતી હતી.

એક દિવસ દિશાનો તેમની સાસુ સાથે મોટો ઝગડો થયો અને તેના પતિએ પણ દિશાની જગ્યાએ સાસુનો પક્ષ લીધો, તો તે નારાજ થઈને પિયર ચાલી ગઈ. દિશાના પિતા આયુર્વેદિક ડોક્ટર હતાં. દિશાએ પોતાના પિતાને રડતા રડતા બધી વાત કરી અને કહ્યું, “તમે મને ઝેર આપો, જે હું મારી સાસુને પીવડાવવા માંગુ છું.”

દીકરીની બધી વાત સાંભળી પિતાએ તેના માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટી, જો તું તારી સાસુને ઝેર ખવરાવીને મારી નાખીશ તો પોલીસ તને પકડીને લઈ જશે, અને સાથે મને પણ કારણકે એ ઝેર મે તને આપ્યું હશે. એટલા માટે આવું કરવું ઠીક નથી. પરંતુ દિશાએ જીદ પકડી કે તમારે મને ઝેર આપવું જ પડશે. હું મારી સાસુનું મોઢું કોઈપણ કિંમતે જોવા નથી માંગતી.

થોડું વિચારીને પિતા બોલ્યાં, “ઠીક છે હું તને ઝેર આપીશ પણ જેમ હું કહું એમ તારે કરવાનું રહેશે. મંજૂર હોય તો બોલ”. શું કરવું પડશે? દિશાએ પૂછ્યું. પિતાએ દિશાના હાથમાં ઝેરની એક પડીકી આપતા કહ્યું, તારે આ પડિકીમાંથી માત્ર એક ચપટી જ ઝેર રોજ તારી સાસુને ભોજનમાં આપવાનું છે. ઝેર ઓછા પ્રમાણમાં આપવાથી તારી સાસુ એકદમ થી તો નહિ મરે પણ ધીમે ધીમે અંદરથી નબળી થઈને ૫/૬ મહિનામાં મારી જશે.

લોકો સમજશે કે તે સ્વાભાવિક મૃત્યુથી જ મરી છે. પણ તારે ખુબ જ સાવચેતી રાખવી પડશે. તારા પતિને જરા પણ શક ના જવો જોઈએ. નહિ તો આપણે બંનેને જેલ જવું પડશે. તેથી કરીને તું આજ પછી ક્યારેય પણ સાસુ સાથે ઝગડો નહિ કરે અને તેની સેવા કરજે. જેથી કરીને તારા પર કોઈને શંકા ના જાય. જો તારી સાસુ તારા પર ગુસ્સો કરે તો શાંતિ થી સાંભળી લેજે. સામે જવાબ ના આપતી.

દિશાએ વિચાર્યું કે છ મહિનાની જ વાત છે પછી તો છુટકારો તો મળી જ જશે ને. દિશાએ તેના પિતાની વાત માની ને ઝેરની પડીકી લઈને ફરી તે સાસરિયે આવી ગઈ. સાસરિયે આવતાં જ દિશાએ સાસુના ભોજનમાં દરરોજ ચપટી ઝેર ભેળવવા નું શરુ કર્યું અને સાસુ સાથે પોતાનું વર્તન બદલી નાખ્યું. હવે તે સાસુ સાથે ઝગડો નહતી કરતી, અને સાસુને સામે કોઈ જવાબ નહતી આપતી.

દિશા હવે સાસુ સાથે પ્રેમ થી વાત કરતી, અને તેની ખુબ સેવા કરતી. કારણકે તેને મનમાં ખબર જ હતી કે ,હવે સાસુ થોડા દિવસના જ મહેમાન છે. એટલે તે ખુબ ખુશ રહેવા લાગી હતી. સાસુના મેણા ટોણા નો તે કોઈ જવાબ ના આપતી અને રોજ સાસુના પગ દબાવતી. હવે દિશા બધું જ કામ સાસુને પૂછીને કરતી. જમવાનું પણ સાસુની પસંદગીનું જ બનાવતી. સાસુની દરેક વાત દિશા માનવા લાગી હતી.

થોડો ટાઈમ જતા સાસુના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. પોતાના મેણા ટોણા નો જવાબ વહુ તરફથી ના મળવાથી, તેમજ પોતાની સેવા કરવાથી સાસુ હવે તેની વહુને આશીર્વાદ પણ આપવા લાગી હતી. ધીમે ધીમે ચાર મહિના વીતી ગયાં. દિશા હજુ પણ રોજ તેની સાસુને એક ચપટી ઝેર આપતી હતી.

પણ તે ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. સાસુ વહુનો ઝગડો હવે જૂની વાત થઈ ગઈ હતી. પાડોશી પણ હવે દિશાના વખાણ કરતાં થાકતાં ના હતાં. સાસુ માં પણ એટલું પરિવર્તન આવી ગયું, કે હવે વહુ સાથે જમવા બેસતાં અને સુતા પહેલા પણ વહુ સાથે પ્રેમ ભરી વાતો ના કરી લે, ત્યાં સુધી તેમને નીંદર જ નહતી આવતી. સાસુને પોતાની વહુમાં તેની દીકરી નજર આવવા લાગી હતી. વહુને પણ હવે સાસુની અંદર પોતાની માં દેખાવા લાગી હતી.

હવે છઠ્ઠો મહિનો ચાલું થતાં દિશા જ્યારે એવું વિચારતી કે તેના આપેલા ઝેર થી તેની સાસુ થોડા દિવસોમાં જ મરી જશે તો તે દુઃખી થઈ જતી હતી. આવા બધા વિચારના લીધે એક દિવસ તે ફરી પિતાના ઘરે આવી અને પિતાને કહ્યું કે, “પિતાજી હવે તમે મને ઝેર ની અસરને દુર કરવાની દવા આપો, કારણકે હવે હું મારી સાસુને મારવા નથી માંગતી”. હવે એ ખુબ જ સારી છે અને હું એને મારી માં ની જેમ પ્રેમ કરું છું અને એ પણ મને દીકરીની જેમ જ રાખે છે”.

આવું સાંભળતા જ પિતા ખડખડાટ હસવા લાગ્યાં અને બોલ્યાં, ” ઝેર? કેવું ઝેર ?” મે તો તને ઝેર ના નામ ઉપર હજમ થવાનું ચૂર્ણ આપ્યું હતું. હા હા હા. “માં – બાપ દીકરીને સાચો રસ્તો બતાવે, એ માં બાપની પુરી ફરજ હોય છે,જે તેમણે નિભાવી હતી”.કેડીભટ્ટ.પ્રેમ નો પાસવર્ડ.

Related Post

TejGujarati
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

8 thoughts on “લગ્ન થઈ ગયેલી દીકરીએ પોતાના પિતાને કહ્યું, “મને ઝેર આપો”, સાસુ વહુના ઝગડાવાળા પરિવારે ખાસ વાંચવા જેવું. – કેડીભટ્ટ.

 1. I truly wanted to develop a simple remark to be able to appreciate you for all the lovely concepts you are writing on this site. My incredibly long internet lookup has finally been recognized with good suggestions to share with my co-workers. I ‘d believe that many of us visitors are rather blessed to live in a fabulous place with very many perfect individuals with very helpful tricks. I feel somewhat grateful to have seen the website and look forward to so many more pleasurable minutes reading here. Thanks again for everything.

 2. I intended to create you that bit of observation so as to say thank you the moment again considering the superb secrets you’ve provided above. This is certainly particularly generous with you to present extensively all that a few individuals might have marketed for an electronic book to make some dough on their own, specifically considering that you might have done it if you decided. The strategies likewise acted to be the fantastic way to realize that most people have the identical passion much like mine to figure out much more in respect of this issue. Certainly there are lots of more enjoyable periods ahead for individuals who examine your site.

 3. I enjoy you because of every one of your hard work on this web page. Kim loves conducting internet research and it’s easy to see why. A lot of people notice all about the powerful form you provide valuable guides by means of this website and as well as improve participation from other ones on the idea plus our princess is certainly being taught so much. Have fun with the remaining portion of the new year. You’re the one carrying out a first class job.

 4. I and my friends appeared to be studying the best tips found on the website while all of a sudden I got a terrible suspicion I never thanked you for those tips. All of the men had been so happy to see them and have in effect truly been loving them. We appreciate you actually being very considerate and then for picking out these kinds of good subject matter millions of individuals are really eager to know about. My honest apologies for not expressing appreciation to you earlier.

 5. I actually wanted to compose a brief word in order to say thanks to you for the great tips and tricks you are showing at this website. My time intensive internet research has at the end of the day been compensated with reliable facts and strategies to go over with my good friends. I ‘d assume that many of us site visitors actually are undeniably fortunate to dwell in a very good community with very many wonderful individuals with beneficial techniques. I feel rather lucky to have used your entire site and look forward to so many more pleasurable minutes reading here. Thanks a lot once more for all the details.

 6. I in addition to my friends were examining the best points located on the blog while quickly I got a terrible suspicion I had not expressed respect to the blog owner for those secrets. My people had been certainly thrilled to study all of them and now have quite simply been using them. Thanks for getting considerably considerate as well as for pick out this form of essential guides most people are really eager to discover. My personal honest regret for not expressing gratitude to earlier.

 7. Needed to draft you a very small word to say thanks a lot over again regarding the pleasing concepts you’ve shared in this case. It was quite particularly open-handed with you to allow openly exactly what some people would have sold as an e-book to help with making some bucks on their own, primarily since you might well have tried it if you desired. Those advice also worked to become great way to comprehend most people have similar keenness the same as my very own to learn somewhat more pertaining to this problem. I’m sure there are many more pleasurable periods in the future for people who read carefully your site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *