Rs.1.27 crore scholarship was given by kadi campus.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી માણેકલાલ એમ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૭૪૪ વિદ્યાર્થીઓને ૧.૨૭ કરોડની સ્કોલરશીપ એનાયત એ.એચ. મલ્ટીપલ ઈન્ડોર સ્ટેડિયમ હોલ, કડી કેમ્પસ, કડી મુકામે સવારે ૯.૦૦ કલાકે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.

વર્તમાન ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ પૂર્વ ચેરમેનશ્રી સ્વ. શ્રી માણેકલાલ પટેલના સ્મૃતિમાં ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ” તેમની સ્મૃતિમાં યોજવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોરશીપ એનાયત કરાય છે. આ સ્કોલરશીપને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં મેરીટ આધારીત વિદ્યાર્થીઓને માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ મેરીટ સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા આ વર્ષે ૮૪૪ છે. જ્યારે આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોલરશીપના નામે તેમને આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. મીન્સ સ્કોલરશીપ વિદ્યાર્થીઓની સંખ્યા ૯૦૦ છે. જેમને ઉપસ્થિત દાતાશ્રીઓ હસ્તે સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.

દાતાશ્રીઓમાં વિષ્ણુભાઈ પટેલે માણેકલાલ પટેલને યાદ કરતાં જણાવ્યું હતું કે, માણેકલાલ હંમેશા કહેતાં કે દાન આપવું હોય તો શિક્ષણક્ષેત્રમાં આપવું. સમાજ –દેશને ઘડવામાં સહાયક બને છે. જેનું ફળ પેઢી દર પેઢી મળે છે.

જ્યારે ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવી પહેલી ખાનગી સંસ્થા હશે જે વિદ્યાર્થીઓના હીતને ધ્યાને રાખીને કામગીરી કરે છે. છેલ્લા સાત વર્ષથી મોટી રકમ વિદ્યાર્થીઓ માટે ફાળવે છે. અમને ગર્વ છે કે અહીંના વિદ્યાર્થી સંસ્થા તથા શિક્ષણનું ઋણ અદાકરે છે.

કડી સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાની સ્થાપનાથી સ્વીકારે છે કે, “શિક્ષણ જ સાચી સેવા છે.” તથા છગનભા દ્વારા આપવામાં આવેલ “કર ભલા હોગા ભલા” સૂત્રને સાર્થક કરવામાં સંસ્થાના દરેક ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત શિક્ષકો અથાગ પ્રયાસ કરે છે. પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ દ્વારા સંસ્થાના વિચારની પૂર્તિ કરવામાં પાછીપાની કરતાં નથી.

વધુમાં તેઓએ સ્કોરલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીની આજથી જવાબદારી બમણી થાય છે. આ સાથે સમાજની અપેક્ષા તમારાથી ઘણી વધે છે. જેને પૂર્ણ કરવા હવે તમારે વધુ મહેનત કરવાની રહેશે. પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ પટેલને યાદ કરતાં કહ્યું હતું કે, એમનાં વિચારોને ચરિતાર્થ કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.

આ પ્રસંગે કડી સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, સર્વ વિદ્યાલયના પ્રમુખ ડો. કનુભાઈ પટેલ, દાતાશ્રીઓમાં ભગુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, જોસેફ(જયંતિભાઈ પટેલ), ભરતભાઈ પટેલ, પદ્માબેન પટેલ, તારાબેન પટેલ, રસિકભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ, ચીમભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ, રમેશભાઈ શાહ, પ્રભુદાસભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ, ગીતાબેન પટેલ, બંસીભાઈ ખમારી વગેરે સહિત સેક્રેટરીશ્રીઓ, ટ્રસ્ટ્રી મંડળના સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, આચાર્ય, શિક્ષકો, કર્મચારીગણ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *