પતંગની દોરીને કારણે પોતાનો યુવાન પુત્ર ગુમાવનાર માતા પિતાએ લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ઉતરાયણમાં દર વર્ષે પતંગ ચગાવવાને લઈને જાત જાતના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થાય છે અને પતંગનો વિરોધ અને સુરક્ષાને લઈને ઘણા મેસેજ ફરતા થાય છે. ઉતરાયણમાં દર વર્ષે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. કોઈને પોતાના પતિ, ભાઈ, દિકરાને ગુમાવવાનો વારો આવે છે. અબોલા પક્ષીઓ પણ દર વર્ષે હજારોની સંખ્યામાં ઘાયલ થાય છે તથા પોતાનો જીવ ગુમાવે છે.આ વર્ષે પણ ઉતરાયણ પહેલા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ ગામે રાતે અને શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતિનો પુત્ર દિપેન ૨૨ નવેમ્બરના રોજ તાપી બ્રિજ પરથી પસાર થઈ રહેલો હતો ત્યારે તેના ગળામાં અચાનક જ પતંગની દોરી આવીને અટવાઈ ગઈ, ગળાને ગંભીર રીતે નુકસાન પહોચાડીને લોહીલુહાણ થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમ્યાન જે દીપેનનું મૃત્યુ થયું હતું.પોતાના યુવાન દિકરાના અકાળે અવસાનથી શિક્ષક દંપતી પર આભ તૂટી પડ્યું હતું. તેઓ આ આઘાતમાંથી બહુ સમયે બહાર આવ્યા અને તેઓએ નક્કી કર્યું કે જે પોતાના દીકરા સાથે થયું છે તેવું બીજા માતા-પિતાના દિકરાઓ સાથે ના થાય તેના માટે થઈને તેઓએ એક જાણ જાગૃતિનું બીડું ઉપાડયું.આ પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આ સિવાય સુરત શહેરમાં રેડિયો મિર્ચી દ્વારા પણ દર વર્ષે ઉતરાયણના તહેવારમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવે છે અને લોકોમાં જાણ જાગૃતિ ફેલાવે છે. રેડિયો મિર્ચી દ્વારા પતંગના દોરાથી જીવ ગુમાવનાર દિપેનના માતા-પિતાના હસ્તે ચોપાટી પાસે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેફ્ટી બેલ્ટના વિતરણ સમયે પોતાના દીકરાની ઉંમરના એક યુવાનને સેફટી બેલ્ટ બાંધતા સમયે દિપેનના માતા પિતા ભાવુક થઈ ગયા હતા અને લોકોને ઉતરાયણ પહેલા પતંગ ના ચગાવવા તથા ઉતરાયણના તહેવારમાં બાઇક પર જતાં સમયે ગાળાની સાવધાની રાખવા માટે અપીલ કરી હતી. આ દ્રશ્યને જોઈને તેમની સાથે લોક જાગૃતિનું કામ કરતાં લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares
 • 15
  Shares

6 thoughts on “પતંગની દોરીને કારણે પોતાનો યુવાન પુત્ર ગુમાવનાર માતા પિતાએ લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું

 1. One of the most emotional, even I got my eyes filled with tears.
  Every mother/father may get eyes filled with tears.
  Salute to parents & also pray to almighty to give them strength to face the rest life in the absence of Late Dipen (who has become Dipak for many other fellow citizens).

 2. સવેદન શીલ, લાગણીશીલ એવા ખરા અર્થમાં માયાળુ માનવી સજ્જન KD ભટ્ટાજીને આજના, તેમના, ઉત્તરાયણ પરના લેખ પ્રસ્તુત કરવા માટે વધાઈ, અભિનંદન તેમજ ઉત્તરોત્તર પ્રગતિ ને સફળતા માટે ઢગલો શુભેચ્છા

  – *નિલેશ ધોળકિયા = ND ના આપ સૌને હેપ્પી લુંટરાયણ*

 3. *“કબૂતર ના બચ્ચાએ પુછ્યું’’*
  *“માં ઉતરાયણ એટલે શું?”*
  *“કબૂતરે જવાબ આપ્યો”*
  ‘ *ભુકંપ કુદરતી હોનારત છે* *માનવ માટે’’*
  *‘’ઉતરાયણ માનવ સર્જીત હોનારત છે આપણાં માટે’’*
  🕊🕊🕊🕊🕊 Save Birds

 4. ખૂબ જ ઉમદા સ્ટોરી…
  ધન્ય છે આ માતા પિતા ને કે જેઓ એ સર્વસ્વ ગુમાવી ને પણ લોકો ના લાડકવાયા સંતાનો માટે આટલી નેક સેવાઓ આપી રહ્યા છે.કુદરત જ્યારે અનાયાસ બધું લઈ લે છે ત્યારે બધા દુઃખો માં ગરકાવ થઈ જાય છે જ્યારે આ માતા પિતા એ તો દુઃખ ને પોતાનો ઢાલ બનાવી અન્ય કોઈ માતા પિતા આવી દર્દનાક ઘટના નો ભોગ ન બને તેના માટે આશીર્વાદિત કાર્ય કરી રહ્યા છે.ધન્ય છે આ દંપતી ને…
  અને અમને સૌને માહિતગાર કરવા બદલ કે.ડી.ભટ્ટજી નો ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *