એચ.એ. કોલેજના પ્રિન્સિપાલ વકીલ ને નેશનલ કક્ષાનો એકસેલન્સ એવોર્ડ મળ્યો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલને આંધ્રપ્રદેશ રાજ્યનાં અનંતપુર જીલ્લાનાં પુટ્ટપર્તી મુકામે શ્રી સત્યસાઈ સેન્ટ્રલ ટ્રસ્ટ ધ્વારા નેશનલ કક્ષાનો એકસેલન્સ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ અનુસંધાને શ્રી સત્ય સાઈ ઓર્ગેનાઝેશનના બાલ વિકાસનાં નવ વર્ષનો કોર્ષ કરેલ હોવો જોઈએ તથા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરેલીં હોવી જોઈએ.આ અનુસંધાન માં પ્રિ.વકીલની ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલું પ્રદાન તથા સામાજિક પ્રવૃતિઓ કરવાથી શ્રી સત્ય સાઈ સેન્ટ્રલ ટ્રસ્ટ ધ્વારા પ્રિ. વકીલની પસંદગી થઇ હતી.

આ એકસેલન્સ એવોર્ડ આંધ્રપ્રદેશનાં પુટ્ટપર્તી મુકામે હિમાચલ પ્રદેશનાં વિધાનસભાના અધ્યક્ષ, થાઈલેન્ડ સરકારના શિક્ષણપ્રધાન તથા શ્રી સત્ય સાઈ યુનિવર્સીટીના ચાન્સેલરધ્વારા પ્રિ. વકીલને એનાયત થયો હતો..આ નેશનલ કક્ષાનો એવોર્ડ મળવાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રિ. સંજય વકીલને આ એવોર્ડ એનાયત થયો છે. પ્રશાંતિનિલયમના કુલવંત હોલમાં ૩૫૦૦૦ થી વધુ લોકોની હાજરીમાં એવોર્ડ મળ્યો હતો.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *