જા તારે ઉડવું હોય ત્યાં ઉડ,હું તો છું માટીની ગુડિયા – – જયેશ મકવાણા ‘પ્રસુન’ તસવીર : ત્વિસા નીરજ પાઠક

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

જા તારે ઉડવું હોય ત્યાં ઉડ
હું તો છું માટીની ગુડિયા
હું તો બસ રમવાની ધૂળ
ના મારે તખ્ત જોઈએ
ન તાજ જોઈએ
ના મારે કોઈ આભ જોઈએ
ના મારે જોઈએ મહેલ કિનારા
ના મારે કોઈ ખ્વાબ જોઈએ
હું તો વ્હાલ ના શબ્દો ની ચાહક
હું છું ભાવના થી તરબોળ
જા તારી આંખમાં પતંગિયું મૂકી દઉં
જા તારી આંખમાં આગિયું મૂકી દઉં
હું મા ની લાડકી ને તું પંખી
જા તારે જવું હોય ત્યાં જા
જા તારી બાથ માં સઘળું મૂકી દઉં
તું તારે મ્હાલ નીલા આકાશે
હું છો રહું ધરા ની બાથમાં
જા તારે ઉડવું હોય ત્યાં ઉડ…
મારે તો મા ના લાડ
અને નીત ઠેકડા મારી
પગમાં શોભે ધૂળ….- જયેશ મકવાણા ‘પ્રસુન’
તસવીર : ત્વિસા નીરજ પાઠક.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *