Watch “રાજ્ય વ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડીનો ગાંધી જન્મભૂમિ પોરબંદરથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી” on YouTube

ભારત રાજનીતિ સમાચાર

https://youtu.be/jeJBwclxqwE

અગિયારમાં ચરણના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી પ્રારંભ થશે :-

તા. ૩-૪ અને ૮ જાન્યુઆરી-ર૦૧૯ દરમ્યાન ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળા

……

મુખ્યમંત્રીશ્રી સાગરકાંઠાના જિલ્લા પોરબંદરથી કરાવશે શુભારંભ:-

-: નાયબ મુખ્યમંત્રીશ્રી મહેસાણા જિલ્લામાં ઉપસ્થિત રહેશે :-

રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લાઓ-નગરોમાં ગરીબ કલ્યાણ મેળામાં જોડાશે

……

-: ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને રૂ. ૨૩૦૭ કરોડની સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ:-

……

પોરબંદરમાં ૩૪૧૪ લાભાર્થીઓને રૂ. ૧૨.૭૪ રોડની સહાય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અપાયા.

…….

દસ ચરણમાં અત્યાર સુધીમાં ૧૪૯૧ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા

૧.૩૪ કરોડ દરિદ્રનારાયણ-ગરીબ લાભાર્થીઓને રૂ. ર૩૮૯૦ કરોડ સહાય ચૂકવાઇ

…….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણનો પ્રારંભ કરાવ્યો.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર-અંડર વન વન અમ્બ્રેલા બધા લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે.

…૧…

ગરીબ કલ્યાણ મેળા… …ર…

ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.

આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.

આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડી તા.૩-૪ અને ૮ જાન્યુઆરી-ર૦૧૯ એમ ત્રણ દિવસો દરમ્યાન રાજ્યમાં યોજાશે. આ ૧૧મી કડીમાં અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓ-દરિદ્રનારાયણને રૂ. ૨૩૦૭ કરોડના સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રાંત, તાલુકા, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં પણ આ મેળાઓ યોજવામાં આવે છે.

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી પ્રારંભે સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લા પોરબંદરમાં તેમજ તા.૪ થી જાન્યુઆરીએ અછતગ્રસ્ત વિસ્તાર કચ્છના ભૂજ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહી સાધન-સહાયના લાભોનું વિતરણ કરશે.

તેઓ પોરબંદરમાં કુલ ૩૪૧૪ લાભાર્થીઓને રૂ. ૧ર કરોડ ૭૪ લાખની સહાય-સાધન આવતીકાલે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આપવાના છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તા.૩ જાન્યુઆરીએ મહેસાણામાં તથા તા.૪ જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે.

રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે. આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે.

ગરીબ કલ્યાણ મેળાના આ ત્રિદિવસીય જનકલ્યાણ અભિયાનમાં ગરીબી નિર્મૂલનની સેવાભાવના સાથે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ પણ જોડાવાના છે.

…૨…

ગરીબ કલ્યાણ મેળા… …૩…

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં તા.૩ જાન્યુઆરીએ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદમાં, નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ મહાનગરમાં, શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, ગાંધીનગર મહાનગરમાં, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર-નવસારીમાં, સિંચાઇ રાજ્યમંત્રી શ્રી પરબતભાઇ પટેલ-બનાસકાંઠામાં, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ-દાહોદમાં, રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર-ખંભાળીયામાં જ્યારે રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે-ભાવનગર મહાનગરમાં અને રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી-તાપી જિલ્લામાં અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ-વડોદરામાં ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે.

ગરીબ કલ્યાણ મેળાના બીજા દિવસે તા. ૪ જાન્યુઆરીએ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-આણંદમાં, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ-હિંમતનગરમાં, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ-ભાવનગરમાં, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા-રાજકોટમાં, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, પાટણમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, રાજપીપળામાં, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, જામનગર મ્યુ. કોર્પોરેશનમાં, કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ગોધરામાં, મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, વેરાવળમાં, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, સુરતમાં, રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર, ડાંગ-આહવામાં, મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, નડીયાદમાં તથા સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરુચમાં ઉપસ્થિત રહી લાભ-સહાયનું વિતરણ કરશે.

ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડીના અંતિમ દિવસે તા.૮ મી જાન્યુઆરીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ અમરેલીમાં, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદમાં, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ બોટાદમાં, સામાજિક ન્યાય મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર સુરત મહાનગરમાં, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી પરબતભાઇ પટેલ અરવલ્લીમાં, કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર મહીસાગરમાં, રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર જામનગરમાં, રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર વલસાડમાં, શ્રી કિશોરભાઇ કાનાણી મોરબીમાં, નાયબ મુખ્ય દંડક શ્રી આર. સી. પટેલ છોટાઉદેપુરમાં ઉપસ્થિત રહેવાના છે. રાજ્ય સરકારના વિવિધ બોર્ડ નિગમોના અધ્યક્ષો-ઉપાધ્યક્ષો અને મહાનગરના મેયરશ્રીઓ પણ ગરીબ કલ્યાણ મેળાના વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

4 thoughts on “Watch “રાજ્ય વ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડીનો ગાંધી જન્મભૂમિ પોરબંદરથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી” on YouTube

  1. También podría darse el caso de que su disfunción eréctil esté creando problemas en la relación; es otro ejemplo del ciclo de la DE que puede afectar muchos aspectos diferentes de su vida. Además, muchos medicamentos comunes -medicamentos para la presión arterial, antihistamínicos, antidepresivos, tranquilizantes, supresores del apetito y cimetidina (un medicamento para la úlcera)- pueden causar DE como efecto secundario. Onde comprar Viagra generico mais barato. La culpa no solo puede afectar su capacidad para desempeñarse sexualmente, sino también la baja autoestima. Lo primero que diremos es que los tratamientos disfuncion erectil dependen de acuerdo al paciente y a la causa de la patología.

  2. Uno de los productos vardenafilo, un medicamento que actúa contra la disfunción eréctil y los problemas de impotencia sexual. También se incluye una evaluación psicosocial: para determinar posibles factores psicosociales relacionados con la Disfunción Eréctil que puedan requerir consulta o tratamiento psicológico. También puede implicar una conversación positiva con uno mismo, darse afirmaciones y disipar los pensamientos negativos. https://comprarlevitra.com/

  3. This information will help your doctor understand your ED problem. Sometimes erectile dysfunction only occurs in certain situations. The medical history can reveal diseases and treatments that lead to ED. Color images on a computer screen show the speed and direction blood is flowing through a blood vessel. Like the rest of the ageing body, muscle tone in the penis reduces with age, as do many other aspects of sexual function. https://cialis.fun/erectile-dysfunction-types-and-treatments.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *