એક ઢીંગલીમાંથી…પરી માંથી.સ્ત્રી બનવાના ડગ માંડું છું. – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ તસવીર : ઝરણા શાહ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

હું પાપા ની પ્યારી
મમ્મી ની રાજદુલારી
પા…પા..પગલી ભરતી
ક્યારેક પિતા ને તો
ક્યારેક માતા ને
ઘેલી ઘેલી વ્હાલ કરતી
ચિચિયારીઓ થી ગુંજતું મારું ઘર
નીત બધાના હાથોમાં ઝૂલતી
જ્યારે ધીરે ધીરે મોટી થાવ
તો નીત મને અવનવા
સૂચનો મળે
આ કરજે..આ પેહરજે..
આમ ના કરતી…
આવું ન કહેવાય..
ખુલ્લા પગે ઝાંઝરી પહેરી ને
હું થનથન કરતી
જ્યારે યૌવન ના ઉંબરે આવું
ને જવાબદારી અને સુચનોની
જંઝીર પગ માં બંધાય જાય છે
અને હું મુક્તમને વિહરતા
છોકરાઓને જોઈને કહું છું…
મમ્મી.પપ્પા..હજીય મને
મુક્તમને વિહરવા દો..
પણ તેઓ સમાજની વિકૃતિઓ થી
વાકેફ ફરી એ જ જંઝીર માં બાંધી દે છે
અને હું એક ઢીંગલીમાંથી…પરી માંથી…
સ્ત્રી બનવાના ડગ માંડું છું…- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘તસવીર : ઝરણા શાહ.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *