*ઉધરસ તાવ અને માથાના દુઃખાવાનો આયુર્વેદિક ઉપચાર છે શતાવરી, આ રીતે કરો ઉપયોગ. – ડૉ. બલભદ્ર મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આ વાત તદ્દન સાચી છે કે શતાવરીને ખાતી વખતે તેમાંથી મૂત્ર જેવી દુર્ગંધ આવે છે. પરંતુ જો એક વખત કોઈ પણ વ્યક્તિ આ દુર્ગંધ થી ટેવાઈ જાય તો તેના માટે આ શતાવરી એક ઉત્તમ ઔષધ સાબિત થઈ શકે છે. સતાવરને તમે એક સુપરફુડ તરીકે ખાઈ શકો છો. દેખાવમાં એકદમ ચમકદાર અને લીલા રંગની શતાવરી એક ઉત્તમ ઔષધિ છે. જેને તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો. શતાવરી ની અંદર ભરપુર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, ઉપરાંત લોહતત્વ, તાંબુ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે શતાવરીનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે.

*ઉધરસમાં :*

અરડૂસીનો રસ શતાવરીનો રસ અને સાકરને બરાબર ભેળવી અને ચાટવાથી અથવા તો ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાના કારણે ઉધરસ જડમૂળથી નાશ પામે છે. જો કોઈ પણ વ્યક્તિને સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો આ સમસ્યામાં પણ સતાવરીનું સેવન લાભકારી સાબિત થાય છે.

*અનિંદ્રા :*

અનિદ્રાની સમસ્યા ધરાવતા લોકો માટે શતાવરી નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે શતાવરીના ૫ ગ્રામ ચૂર્ણ ૧૦ ગ્રામ જેટલું તથા દૂધ ઉમેરી સેવન કરવાના કારણે અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.

*તાવમાં :*

શતાવરીનું સેવન ગમે તેવા તાવની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

*માથાનો દુઃખાવો :*

માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે સતાવરી ખૂબ જ ઉપયોગી ઔષધી સાબિત થાય છે. શતાવરીના બાદ તેનો રસ કાઢી શતાવરીનો રસ અને તેટલી જ માત્રામાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલીશ કરવામાં આવે તો તેના કારણે માથાના દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપાય દ્વારા આધાસીસી ની સમસ્યામાં પણ રાહત મળે છે.

*શક્તિવર્ધક :*

સતાવરીનું ચૂર્ણ દૂધની અંદર ભેળવીને ખાવામાં આવે તો તેના કારણે પુરુષોને યૌન શક્તિ વધે છે.

*ટોયલેટમાં લોહી આવવું :*

જો શતાવરીને પીસી દૂધની સાથે ભેળવીને ત્યારબાદ કપડાથી ગાળી લઈ આ રસ ની અંદર ઘી ભેળવીને પકાવી લઈ તેનું સેવન કરવામાં આવે તો લેટરીન માં માં આવતા લોહી ની સમસ્યા દૂર થઈ જાય છે.

*કેન્સર:*

સતાવરીની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા શરીરની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને વધતી અટકાવે છે. સાથે સાથે એની અંદર મળી આવતા વિવિધ પ્રકારના પોષક તત્વો કેન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

*શતાવરીના પ્રયોગો :*

શતાવરી ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે. તમે તેનો ઉપયોગ કાયમી સ્વસ્થ રહેવા માટે કરી શકો છો. સ્વસ્થ વ્યક્તિ પણ શતાવરીનો ઉપયોગ કરી શકે છે. આ માટે ચારથી પાંચ મિનિટ સુધી પાણીની અંદર આ શતાવરીને ઉકાળી લઈ ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો, અને ત્યારબાદ આ મિશ્રણનું સવાર-સાંજ એક-એક ચમચી જેટલું સેવન કરવાના કારણે સ્વસ્થ વ્યક્તિ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦

*15 દિવસ માં ગમે તેવું થાઈરોઈડ ખતમ કરે ફક્ત આ 2 ઈલાજ થી*

15 દિવસ માં ગમે તેવું થાઈરોઈડ ખતમ કરે ફક્ત આ 2 ઈલાજ થી

થાઈરોઈડ ગ્લેડમાં થનારી નજીવી ગડબડને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી પરેશાન કરવા લાગે છે.

જેનુ કારણ વધુ વ્યસ્ત લાઈફ, હેલ્થને લઈને બેદરકારી અને નાની-નાની નજરઅંદાજ કરાયેલ વાતો જે આગળ જઈને એક મોટુ રૂપ લઈ લે છે. આજે અમે તમને આ સમસ્યા સાથે જોડાયેલ બે ઘરેલૂ ઉપાયો વિશે માહિતી આપી રહ્યા છે.

વખત સ્ત્રીઓને મોટાપા, સ્ટ્રેસ, ડીપ્રેશન, કોલેસ્ટ્રોલ,આસ્ટીયોપોરોસીસ જેવી તકલીફો થાય છે, પણ સ્ત્રીઓ તે નથી જણાવતી કે તેની આ તકલીફ માટે જવાબદાર કોઈ બીજું નથી પણ થાઈરોઈડ છે. થાઈરોઈડ એવી જ એક તકલીફ છે, જે સ્ત્રીઓ હમેશા ધ્યાન બહાર કરી દે છે.

સ્ત્રીઓ પોતાના શારીરિક બંધારણ અને હિમોગ્લોબીન ના કારણોથી થાઈરોઈડ ની તકલીફ વધુ હોય છે. એટલે કે થાઈરોઈડ પુરુષોના બદલે સ્ત્રીઓને વધુ પરેશાન કરે છે.

થાઈરોઈડને સાઇલેન્ટ કીલર માનવામાં આવે છે, તેના લક્ષણો તમને ધીમે ધીમે ખબર પડે છે અને જયારે તેની ખબર પડે છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે. આ આર્ટિકલ દ્વારા તમને આ બીમારી થી જરૂર છુટકારો મળશે.

આજે થાઈરોઈડ એક ગંભીર તકલીફ બની ગઈ છે. થાઈરોઈડ ચકલીના આકારની ગાળામાં રહેલી શરીરનું મુખ્ય એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. તેમાં થાઈરોઈડ હાર્મોન નીકળે છે જે આપણા મેટાબોલિજ્મ રેટને કન્ટ્રોલ કરે છે.

તે હાર્મોન મેટાબોલિજ્મને જાળવી રાખવા માટે ખુબ જ જરૂરી છે. થાઈરોઈડ માં ખુબ તકલીફ થાય છે. ક્યારેક વજન એકદમથી જ વધી જાય છે તો ક્યારેક ઓછું થઇ જાય છે. વાળ ખરવા લાગે છે.

*થાઈરોઈડ ને ખતમ કરનારા ઉપાયો આ પ્રમાણે છે :*

(૧) ગૌમૂત્ર : તમારે દેશી ગાય નું ગૌમુત્ર લેવાનું છે. આ ઈલાજ ખૂબ જ જબરદસ્ત છે. તે શરીરના બધા જ અંગો માટે ખૂબ ફાયદાકારક છે. આને ફક્ત ૪ ચમચી સવારે ભૂખ્યા પેટે લેવાનું છે.

થાઈરોઈડ ના દર્દીઓને આ ઈલાજ ખાસ ફોલો કરવાનું છે. ગૌમૂત્ર પીધા પછી મોઢું સારું કરવા માટે પાણી પી શકો છો. આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. તેને જરૂર થી અનુસરજો.

(૨) ધાણા નો પાઉડર : 1 ચમચી ધાણા ના પાઉડરને એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો. આ પાણીને રોજ એક વખત પીવું. આનાથી હાઈ થાઈરોઈડ કે ફકર તેની અસર હશે તો પણ તમને જડ થી ખતમ થઈ જશે.

આ બંને ઉપાયો ખૂબ જ અસરકારક છે. તેનાથી ગમે તેવું થાયરોઇડ ખતમ થઈ જશે.

*ડૉ બલભદ્ર મહેતા* ફોટો- ડો.રેખા

Please send your news on 9909931560

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

1 thought on “*ઉધરસ તાવ અને માથાના દુઃખાવાનો આયુર્વેદિક ઉપચાર છે શતાવરી, આ રીતે કરો ઉપયોગ. – ડૉ. બલભદ્ર મહેતા.

  1. La clave para tratar la disfunción eréctil es identificar la causa subyacente. Tener problemas de erección de vez en cuando no es necesariamente un motivo para preocuparse. Como puede imaginar, estos síntomas pueden dificultar el placer de casi todo, y mucho menos del sexo. Comprar Viagra generico espaГ±a envio 24 horas. Por ejemplo, un hombre con baja autoestima puede creer que no es capaz de satisfacer a una mujer y, como resultado, se vuelve incapaz de actuar en el dormitorio. Si no puede iniciarse la erección, se puede aplicar en el pene un dispositivo de vacío manual para la erección.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *