દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018 માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલ રનર્સઅપ – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સામાન્ય રીતે મિસ ઈન્ડીયા, મીસીસ ઈન્ડિયા વગેરે હરિફાઈમાં મેટ્રો શહેરોમાં રહેતી મહિલાઓ જળકતી હોય છે પરંતુ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલે રનર્સઅપ તરીકે રહી છે.

દિલ્હીમાં યોજાયેલ આ સ્પર્ધામાં દેશભરની સેંકડો મહિલાઓએ ભાગ લીધો હતો. હાલ અમરેલીની અમર ડેરીના મુખ્ય સંચાલક અને એમડી આર.એસ. પટેલ સાહેબની પુત્ર ડો. રુપલ પટેલે દિલ્હીમાં યોજાયેલી આ સ્પર્ધામાં રનર્સઅપ તરીકે વિજેતા થઈ અમરેલી જીલ્લા અને ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે.

ડો.રુપલ પટેલ અમરેલીના ચિતલ રોડ પર આવેલી અવધ રેસીડેન્સીમાં રહે છે. વ્યવસાયે ડોક્ટર અને યોગવિદ્યામાં દુનિયાના કુલ સિત્તેર દેશના સ્ટુડિયોમાં જઈ યોગ વિદ્યા સિખવનાર ડો. રુપલ પટેલે આ સીધ્ધી હાંસલ કરતા સમગ્ર જિલ્લાના લોકો ગૌરવ અનુભવી રહ્યાં છે. ડો. રુપલ પટેલ કદાચ સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા હશે જે આવા આંતરાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં રનર્સઅપ રહી હોઈ.

સૂર્યકાન્ત ચૌહાણ.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

1 thought on “દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018 માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલ રનર્સઅપ – કેડીભટ્ટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *