કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો.

કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો.

આ પત્ર લખવાનો પ્રારંભ ૯૮ વર્ષીય મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કર્યો હતો. આ પત્રમાં સ્વામિનારાયણ મંત્રજાપ કુમકુમ મંદિરના ગુરુકુળના વિધાર્થીઓ દ્વારા લખવામાં આવ્યો છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, આજથી ર૧૭ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત ૧૮૫૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું. અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિધ્ધ થયો. અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા આ માગશર વદ એકાદશી ની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે. જે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે તેને ખદ સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાનાં ધામમાં તેડી જાય છે અને તેથી જ સારાય ભારત દેશમાં અને વિશ્વમાં સૌ કોઈ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી મુક્તિ મેળવે છે.પ્રગટ ભગવાનનું નામ લેવાથી જે ફળ મળે છે. તે કોઈ સાધનોથી મળતું નથી. કલ્યાણકારી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો અને તે નામ પણ નામીએ સહિત લેવું એટલે કે ભગવાનની સ્મૃતિઓ સહિત મંત્રજાપ કરવો. મોઢામાં મંત્ર જાપ ચાલતો હોય અને મન બીજે ભટકતું હોય તો તે યથાર્થ ફળને આપનારું થતું નથી. જ્યારે નામ સ્મરણ કરવું ત્યારે ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ભગવાનની મૂર્તિમાં રહી તેમનું ધ્યાન કરતાં – કરતાં સ્મરણ કરવું તો આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણે તાપની નિવૃત્તિ થઈ જાય છે અને અત્યંત સુખ શાંતિ મળે છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *